Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ દરોડામાં ત્રેવીસ શખ્સ ગંજીપાના કૂટતા પકડાયાઃ એક આરોપી ફરાર થયોઃ
જામનગર તા. ૨૧: ખંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં ગંજીપાના વડે જુગાર રમતા છ શખ્સ ઝડપાયા છે. જ્યારે ખંભાળિયામાંથી છ પત્તાપપ્રેમી, ભાટિયામાંથી પણ છ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા છે. દ્વારકાના ધ્રાસણ વેલ ગામમાં જુગારના બે દરોડામાં પાંચ શખ્સ પકડાયા છે. તમામ સ્થળેથી કુલ રૂપિયા સડસઠેક હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં પ્રાથમિક શાળા પાસે સોમવારે રાત્રે ગંજીપાના વડે જુગાર રમતા નિલેશસિંહ બહાદુરસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ રણજીત સિંહ જાડેજા, રાજદીપસિંહ નટુભા જાડેજા, ગંભીરસિંહ જીવણસિંહ જાડેજા, મિત્રરાજ ઉર્ફે રાજેન્દ્રસિંહ ઈન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ ઉમેદસંગ જાડેજા નામના છ શખ્સને વાડીનાર પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ. ૩૧,૭૩૦ કબજે કરાયા છે. પોલીસને જોઈને ભરાણા ગામનો ધર્મેન્દ્રસિંહ પેથુભા જાડેજા નાસી ગયો હતો.
ખંભાળિયામાં ગોવાર વાડી પાસે સોમવારની રાત્રે તીનપત્તી રમતા સાગર શંકરભાઈ વાઘેલા, પંકજ મોહનભાઈ વાઘેલા, બચુભાઈ ભીખાભાઈ બારીયા નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ. ૧૧૨૨૦ કબજે કરવામાં આવ્યા છે.
ખંભાળિયામાં બસ સ્ટેન્ડ પાસે ગંજીપાના કૂટી રહેલા મનોજ કિશોરભાઈ કોયરીયા, જીતેશ ભીખાભાઈ ગોદરીયા, જગદીશ રાજુભાઈ બામડોરીયા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લીધા હતા. રૂ. ૧૧૧૦૦ કબજે કરાયા છે.
કલ્યાણપુરના ભાટીયા ગામમાં સોમવારે રાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા નાથાભાઈ વાલાભાઈ માતંગ, બાબુભાઈ માલદેભાઈ પારીયા નામના બે શખ્સ મળી આવ્યા હતા. રૂ. ૧૫૦૦ પટમાંથી ઝબ્બે લેવાયા છે.
ભાટિયામાં શંકરટેકરી ચોકમાં રોનપોલીસ રમતા સંજય શામજીભાઈ માંગલીયા, સામત નારણભાઈ પરમાર નામના બે શખ્સ રૂ. ૧૫૦૦ રોકડા સાથે પકડાઈ ગયા છે.
ભાટિયામાં પાડવામાં આવેલા ત્રીજા દરોડામાં રેલવે સ્ટેશન નજીક ખુલ્લી જગ્યામાં ગંજીપાનાથી જુગાર રમતા દેશુરભાઈ મેરામણભાઈ આંબલીયા, પંકજ બુધાભાઈ ગોદરીયા નામના બે શખ્સ રૂ. ૨૩૦ સાથે ઝડપાયા છે.
દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામના વાડી વિસ્તારમાં ગંજીપાના મુકતા હરદાસ નાગાજણ ચાસીયા, નવઘણ વેજાભાઈ લધા, જેઠાભાઈ મુળાભાઈ હાથીયા નામના ત્રણ શખ્સ રૂ. ૧૧૨૫૦ સાથે ઝડપાયા છે. જ્યારે બીજા દરોડામાં છગનભાઈ ખેતાભાઈ લધા અને મેપાભાઈ દેવાભાઈ ચાનપા નામના બે શખ્સ રૂ. ૧૧૨૦ અને ગંજીપાના સાથે પકડાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial