Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યપ્રદેશના હાઈકોર્ટનો ફેંસલો રદ કરીને સર્વોચ્ચ અદાલતે આપ્યો મહત્ત્વપૂર્ણ ચૂકાદોઃ
નવી દિલ્હી તા. ર૧: અનુસૂચિત જાતિ-જનજાતિ અને ઓબીસીના મેરિટોરિયસ વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ મેળવવાનો અધિકાર છે, તેમ જણાવી સુપ્રિમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો ફેંસલો રદ્ કર્યો છે, જેની દૂરગામી અસરો થશે.
સુપ્રિમ કોર્ટે અનામત અંગે એક મોટો ચૂકાદો સંભળાવ્યો. દેશની સર્વોચચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ્ કર્યો, જેમાં તેણે સામાન્ય કેટેગરી (જનરલ) ની બેઠકો પર અનામતનો લાભ લેતા મેરીટોરિયસ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રિમ કોર્ટે તેના ચૂકાદામાં કહ્યું કે જો અન્ય પછાત વર્ગ (ઓબીસી), અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતી (એસટી) કેટેગરીના મેરીટોરિયસ વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે સામાન્ય ક્વોટા (જનરલ) ની બેઠકો પર પ્રવેશ મેળવવા માટે હક્કદાર હોય તો તેમને અનામતવાળી બેઠકો પર એડમિશન ન આપવું જોઈએ.
જસ્ટિસ બીઆર ગવઈ અને કે.વી. વિશ્વનાથની બેન્ચે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયની સામે રામ નરેશ ઉર્ફે ટિંકુ કુશવાહા અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને સ્વીકારતી વખતે આ ચૂકાદો આપ્યો હતો. બેન્ચે કહ્યું કે જો ઓબીસી, એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે બિનઅનામત એટલે કે સામાન્ય ક્વોટામાં પ્રવેશ મેળવવા માટે હક્કદાર હોય તો તેમને માત્ર બિનઅનામ બેઠકો પર જ પ્રવેશ મળવો જોઈએ.
સુપ્રિમ કોર્ટે સૌરવ યાદવ અને અન્ય વિરૂદ્ધ ઉત્તરપ્રદેશ સરકારના કેસમાં આપેલા તેના અગાઉના ચૂકાદાને આધાર બનાવીને તાજેતરનો જજમેન્ટ આપ્યો. આ મામલો મધ્યપ્રદેશની એક મેડિકલ કોલેજમાં એમબીબીએસ એડમિશન સાથે સંબંધિત હતો, જેમાં અનામત કેટેગરીના મેરીટોરિયસ વિદ્યાર્થીઓને જનરલ ક્વોટામાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ મામલો મધ્યપ્રદેશમાં એમબીબીએસ સીટો પર નોમિનેશન સાથે જોડાયેલો છે. કુલ બેઠકોમાંથી પ% સરકારી શાળા (જીએસ) વિદ્યાર્થીઓ માટે અનામત હતી. મધ્યપ્રદેશ શિક્ષણ પ્રવેશ નિયમો ર૦૧૮ ના નિયમ ર (જી) મુજબ ઘણી બેઠકો ખાલી રહી છે. બેઠકો જીએસ-યુઆર કેટેગરીમાંથી ઓપન કેટેગરીમાં ખસેડવામાં આવી હતી. અરજીમાં એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે સરકારી શાળાઓમાં ભણેલા અનામત કેટેગરીના મેરીટોરિયસ વિદ્યાર્થીઓને બિનઅનામત વર્ગના સરકારી શાળા ક્વોટા હેઠળ એમબીબીએસમાં પ્રવેશ આપવામાં આવે. અરજદારોએ સરકારી શાળાઓમાંથી એમબીબીએસમાં પાસ થયેલા મેરીટોરિયસ વિદ્યાર્થીઓને સામાન્ય બેઠકો પર પ્રવેશ ન આપવા સામે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. અહીં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી, જો કે સુપ્રિમ કોર્ટે તેમની તરફેણમાં ચૂકાદો આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial