Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કપાત લેતાં શખ્સના નંબર આપ્યાઃ
જામનગર તા. ૨૧: જામનગરના રણમલ તળાવ પર ભુજીયા કોઠા પાસેથી ગઈકાલે સાંજે એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે. તેણે કપાત લેતા શખ્સના મોબાઈલ નંબર એલસીબીને આપ્યા છે. આ શખ્સના કબજામાંથી રોકડ, મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૧૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના રણમલ તળાવની પાળ પર ભુજીયા કોઠા પાસે ગઈકાલે સાંજે એક શખ્સ ઉભો રહી વર્લીના આંકડા લખતો હોવાની બાતમી એલસીબીના મયુદ્દીન, ધર્મેન્દ્ર સિંહ, અરજણભાઈને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી સ્ટાફે રેઈડ કરી હતી. આ સ્થળેથી જામનગરની ઈન્દિરા સોસાયટી નજીક મધુવન સોસાયટીમાં રહેતો સંદીપ વિનોદભાઈ ચૌહાણ નામનો શખ્સ મળી આવ્યો હતો. તેના કબજામાંથી વર્લી મટકાનું સાહિત્ય, એક મોબાઈલ તથા રૂ. ૧૯૫૦૦ રોકડા મળી આવ્યા હતા. એલસીબીએ તેની અટકાયત કરી પૂછપરછ કરતા આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતા શખ્સના નંબર આપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial