Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોદીની મોસ્કોની મુલાકાતની અમેરિકાએ કરી હતી ટીકા
નવી દિલ્હી તા. ર૧: પીએમ મોદી આજથી બે દિવસ પોલેન્ડના પ્રવાસે જઈ રહ્યા છે, તે દરમિયાન યુક્રેન પણ જવાના છે. ૪પ વર્ષોમાં પહેલીવાર ભારતીય પીએમ પોલેન્ડના પ્રવાસે જઈ રહ્યા હોવાની તેને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ પોલેન્ડની મુલાકાતે વાર્સો જવા માટે રવાના થયા છે. પીએમ મોદી પોલેન્ડની બે દિવસીય સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. છેલ્લા ૪પ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદીના આગમનને લઈને ભારતીય પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ પીએમ મોદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ર૧ મી ઓગસ્ટે પોલેન્ડના વર્સોમાં પીએમ મોદીનું ઔપતારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે. આ ઉપરાંત વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. એટલું જ નહીં. પીએમ મોદી પોલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.
આ અંગે વિદેશ મંત્રાલયે જાહેરાત કરતા જણાવ્યું કે, આ એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક મુલાકાત હશે. ૩૦ વર્ષ પહેલાં બંને દેશોની વચ્ચે રાજકીય સંબંધો સ્થાપિત થયા બાદ ભારતીય પીએમની યુક્રેનની આ પહેલી યાત્રા હશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએમ પોલેન્ડથી કિવ સુધી ટ્રેનમાં મુસાફરી કરશે, જેમાં લગભગ ૧૦ કલાકનો સમય લાગશે. પરત ફરવાની મુસાફરી પણ લગભગ સમાન સમયગાળાની હશે.
રશિયાના પ્રદેશમાં કિવના તાજેતરના લશ્કરી હુમલા વચ્ચે પીએમ મોદી યુક્રેનની મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદીની કિવની મુલાકાત તેમની મોસ્કોની હાઈ-પ્રોફાઈલ મુલાકાતના અઠવાડિયા પછી થઈ રહી છે. જેને યુએસ અને તેના કેટલાક પશ્ચિમી સાથીઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મોદી-ઝેલેન્સ્કી વાટાઘાટો ભારત-યુક્રેન સંબંધોના સમગ્ર પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. જેમાં કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્ય અને શિક્ષણ, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. ભારતને યુક્રેનના પુનઃ નિર્માણમાં રસ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત માત્ર સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે જ નહીં પરંતુ તમામ જરૂરી સહાય અને યોગદાન આપવા માટે પણ તૈયાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial