Advertisement
Author: નોબત સમાચાર

પૈયગંબર સાહેબ અને ઈસ્લામ ધર્મ વિરૂદ્ધ આપત્તિજનક પ્રવચનનો વિરોધ

મહંત રામગીરી ઉર્ફે નફરતી મહારાજ સામે મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવા અંગે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી

જામનગર તા. ર૧: જામનગરમાં મહંત રામગીરી ઉર્ફે નફરતી મહારાજે સોશ્યલ મીડિયામાં તેમજ જાહેર પ્રવચનોમાં ઈસ્લામ ધર્મના મહાન પૈયગંબર હજરત મોહંમદ સાહેબ તેમજ ઈસ્લામ ધર્મ અંગે ખૂબ જ ખરાબ શબ્દોમાં આપત્તિજનક પ્રવચનો કરતા મુંબઈના નાલાસોપારામાં તેમની વિરૂદ્ધ હેટસ્પીચના આરોપથી ગુન્હો દાખલ થયો છે.

જામનગરના અહેમદ રઝા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો સાથે લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આવા ધાર્મિક લાગણી દુભાવનારા, ભડકાઉ ભાષણો આપનારા અને મુસ્લિમ સમાજની ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચાડી વર્ગવિગ્રહ થાય તેવી સ્થિતિ સર્જનારા શખ્સ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh