Advertisement
Author: નોબત સમાચાર

વેચાણ નોંધ સામે કરાયેલી વાંધા અરજી પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી રદ્દ

જામનગરના વાણિયા ગામની જમીનનો મામલોઃ

જામનગર તા. ૨૧: જામનગરના વાણિયા ગામમાં આવેલી એક જમીનના વેચાણ પછી તેની વેચાણ નોંધ દાખલ કરવા કરાતી પ્રક્રિયા વચ્ચે પ્રાંત અધિકારી સમક્ષ તે નોંધ સામે વાંંધો લેવાયો હતો. બંને પક્ષે રજૂ કરેલી દલીલો સાંભળ્યા પછી પ્રાંત અધિકારીએ વેચાણ નોંધ રદ્દ કરવાની અરજી નામંજૂર કરી છે.

જામનગર તાલુકાના વાણિયા ગામમાં સર્વે નં.૩૬માં આવેલી જમીન ભગવાનજી વેલજીભાઈ ચોવટીયા વગેરેએ ગયા મે મહિનામાં અશ્વીન અમુભાઈ બોરીચાને વેચી હતી. તેની વેચાણ નોંધ દાખલ થઈ હતી. તેની સામે વાંધા અરજી કરવામાં આવી હતી.

પ્રતિવાદી અશ્વિન બોરીચાએ પ્રાંત અધિકારી સમક્ષ જણાવ્યું હતું કે, નોટરી અંગેનું સોગંદનામુ ઉભુ કરવામાં આવ્યું છે. તેમજ વેચાણ દસ્તાવેજને પણ પડકારવામાં આવ્યો છે. ત્યારે આ નોંધ મંજૂર કરવી જોઈએ. પ્રાંત અધિકારીએ વિવાદીની વેચાણ નોંધ રદ્દ કરવાની અરજી નામંજૂર કરી છે. પ્રતિવાદી તરફથી વકીલ અહમદ સફીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh