Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં હોસ્ટેલ ચલાવતા શખ્સે રૂ. ૫૦ હજાર મેળવી કર્યાે વિશ્વાસઘાત

એક મહિલાએ પોલીસમાં કરી ફરિયાદઃ

જામનગર તા. ૨૧: જામનગરની ખોડિયારકોલોની નજીક રાજ ચેમ્બરમાં હોસ્ટેલ ચલાવતા એક શખ્સે ત્યાં કામ કરતા મહિલા પાસેથી રૂ. ૫૦ હજારથી વધુ રકમ વિશ્વાસ કેળવી લઈ લીધા પછી પરત નહીં આપતા આ મહિલાએ તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર પાછળ આવેલ શક્તિનગરમાં વસવાટ કરતા અને ખોડિયારકોલોનીમાં રાજ ચેમ્બર પાસે હોસ્ટેલમાં કામ કરતા અશોકબા ગીનુભા સોઢા નામના મહિલાએ દ્વારકા જિલ્લાના સિદ્ધપુર ગામમાં રહેતા અશ્વિન પ્રતાપભાઈ દવે સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ અશ્વિન દવેની હોસ્ટેલમાં તેઓ કામ કરતા હતા ત્યારે અશ્વિનને તેમની પાસેથી રૂ. ૫૦,૪૯૦ની રકમ વિશ્વાસમાં લઈને મેળવી લીધા પછી તે રકમ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાે છે. પોલીસે અશ્વિન દવે સામે આઈપીસી ૪૦૬ હેઠળ ગુન્હો નોંધ્યો છે અને પીએસઆઈ એમ.વી. દવેએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh