Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાલિકા પંચાયતના સભ્યોનું નગરપાલિકાના પ્રમુખે કર્યુ સન્માન
ખંભાળીયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી તેમજ મહાનુભાવોના હસ્તે બાલિકા પંચાયતના સભ્યોનું સન્માન, વ્હાલી દીકરી યોજના કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૦૧ થી ૦૮ ઓગસ્ટ દરમ્યાન નારી વંદન ઉત્સવ-ર૦ર૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી ખંભાળીયાની જિલ્લા પંચાયતમાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
ખંભાળીયા નગર પાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીએ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે અમલમાં મૂકેલ મહિલા અનામતનો ઉદ્દેશ્ય સમજાવીને મહિલાઓને પોતાના ગામ, વોર્ડ, તાલુકા અને જિલ્લાના વિકાસમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી. વધુમાં તેઓએ રોજગાર ક્ષેત્રે પણ મહિલા અનામતનો લાભ લઈ વધુમાં વધુ બહેનો નોકરીમાં જોડાઈને દેશની સેવા કરે તે માટે પ્રેર્યા હતાં. જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીએ દરેક મહિલાએ પોતાનામાં રહેલ સંચાલન ક્ષમતાને પારખવા અને તેનો ઉપયોગ કરીને ઘર સંચાલન ઉપરાંત રોજગાર, રાજકારણ, પ્રશાસન, કલા વગેરે અન્ય ક્ષેત્રે પણ સિદ્ધિઓ મેળવવા માટે આગળ આવવા આવાહન કર્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી દ્વારા કિશોરીઓમાં અને મહિલાઓમાં નેતૃત્વના ગુણો વિકસે અને તેઓ પ્રગતિ કરી બીજાને પણ આગળ લાવવા પ્રયાસો કરે તે જ આ દિવસ ઉજવવાનો હેતુ છે તેમ જણાવ્યું હતું.
આ ઉજવણીમાં બાલિકા પંચાયતની સભ્ય દીકરીઓને જવાબદારીના કૌશલ્યો વિકસાવી તેમના ગામના વિકાસમાં ભાગીદાર થવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા કલ્યાણ ક્ષેત્રે યોગદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં તથા બાલિકા પંચાયતની દીકરીઓને બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના સંદેશમાં કપ તથા ઘડિયાળ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી દીકરીને કીટ તથા મંજુરી હુકમ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યો જીતેન્દ્રભાઈ કણઝારીયા, સંજયભાઈ નકુમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પૃથ્વીરાજ ગોહિલ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિલેશભાઈ ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા આંકડા અધિકારી જાગૃતિબેન પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલ જાદવ, પ્રોજેકટ તૃષ્ટિના પ્રોજેકટ મેનેજર અભિલાષાબેન મહેતા, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના મહિલા કર્મચારીઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial