Advertisement
Author: નોબત સમાચાર

પતિના નિધન પછી આઘાત પામેલા મહિલાએ ફાંસો ખાઈ ટૂંકાવી જિંદગી

અઢી મહિના પહેલાં પતિનું થયું હતું અવસાનઃ

જામનગર તા. ૨૭ઃ જામનગરના ગણેશવાસ નજીક ભરવાડ પાડામાં રહેતા એક મહિલાએ ગઈકાલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. તેઓના પતિનંુ અઢી મહિના પહેલાં નિધન થયા પછી પત્નીએ પણ પતિની અનંતની વાટ પકડી લેતાં ગમગીની પ્રસરી છે. પોલીસે  જેઠનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના ૫વનચક્કી વિસ્તારની આગળ આવેલી જેલની પાછળ ગણેશવાસ નજીક ભરવાડપાડામાં વસવાટ કરતા મનુબેન ડાયાભાઈ જાદવ (ઉ.વ.૩૧) નામના મહિલાએ ગઈકાલે બપોરે પોતાના ઘરમાં એક પંખામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જની જાણ થતાં મનુબેનને નીચે ઉતારી જેઠ વેજાભાઈ જાદવ સહિતના પરિવારજનોએ સારવારમાં ખસેડ્યા હતા.

આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરાતા સિટી સી ડિવિઝનના પીએસઆઈ એન.પી. જોષી દોડી આવ્યા હતા. તેઓએ મૃતદેહનો કબજો સંભાળી જેઠ વેજાભાઈનું નિવેદન નોંધ્યું છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ મૃતક મનુબેનના પતિ ડાયાભાઈ ભીમાભાઈ જાદવનું ગઈ તા.૧૪ મેના દિને અવસાન થયું હતું. પતિની ચિરવિદાયથી આઘાત પામેલા મનુબેન છેલ્લા અઢી મહિનાથી ગુમસુમ બની ગયા હતા અને ગઈકાલે તેણીએ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે નિવેદનની નોંધ કરી સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાને વાકેફ કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh