Advertisement
Author: નોબત સમાચાર

પ્રાથમિક શિક્ષકની ભરતી સંબંધે આઠ સામે નોંધાયેલા ગુન્હામાં એકનો છૂટકારો

૩૪ વર્ષ પહેલાં કરાઈ હતી ભરતીઃ

જામનગર તા. ર૭ઃ જામનગર જિલ્લા શિક્ષણ સમિતિએ ૩૪ વર્ષ પહેલાં પ્રાથમિક શિક્ષકની ભરતી યોજી હતી. તેમાં ઈન્ટરવ્યૂ કોલ મેળવવા માટે આઠ વ્યક્તિએ છેતરપિંડી આચર્યાની જે તે વખતે ફરિયાદ કરી હતી. આઠ સામે ગુન્હો નોંધાયો હતો. તેમાંથી એક આસામીનો અદાલતે છૂટકારો કર્યાે છે.

જામનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ ૧૯૯૦માં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો-શિક્ષકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી. ભરતીની પ્રક્રિયામાં કેટલાક વ્યક્તિઓએ અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્ર રજૂ કરી દઈ બિન તાલીમ પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક મેળવી લીધી હતી.

આ બાબતની માહિતી મળતા સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં આઠ વ્યક્તિ મળી આવતા તેઓની સામે આઈપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હાનું અદાલતમાં ચાર્જશીટ વર્ષ ૧૯૯૮માં કરાયું હતું.

આ કેસ જામનગરની કોર્ટમાં આટલા વર્ષાે સુધી ચાલ્યા પછી જેમની સામે ગુન્હો નોંધાયો હતો તેમાંથી કલ્યાણપુરના રમેશભાઈ ગામીતનો છૂટકારો ફરમાવાયો છે. આરોપી તરફથી વકીલ હેમલ ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેન ગુઢકા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh