Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે પડી ગયેલા ૬૩૯ વીજપોલ ઊભા કરાયાઃ વીજપુરવઠો પૂર્વવત

પીજીવીસીએલની કામગીરી પૂરજોશમાં

ખંભાળિયા તા. ર૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ પુરવઠો પુનઃ સ્થાપનની કામગીરી પૂરજોશમાં ચાલું છે અને ૬૩૯ વીજપોલ પુનઃ સ્થાપિત કરાયા છે.

સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લીધે સંખ્યાબંધ વીજ પોલ પડી જવાથી અનેક ગામોમાં વીજપુરવઠો પ્રભાવિત થયો છે. આ પરિસ્થિતિમાં નવા પોલ ઊભા કરીને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આ અંતર્ગત જિલ્લાના ચારેય તાલુકાના જુદા જુદા ગામોમાં વીજ પુરોઠો પુનઃ સ્થાપિત કરવા માટે ક્ષતિગ્રસ્ત થાંભલાઓને દૂર અથવા રીપેર કરીને લગભગ ૬૩૦ થી વધુ વીજપોલ રીસ્ટોર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને સંબંધિત ફીડરોમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

બાકીના અમુક ફીડરોમાં વીજપુરવઠો પૂર્વવત કરવા માટે નવા વીજપોલ લગાવવાની અને સંબંધીત કામગીરી ત્ગરાથી હાથ ધરવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh