Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક શહેરોમાંથી સફાયો થઈ ગયો છે ત્યારે
જામનગર તા. ર૭ઃ ભારતીય ગીદ્ય વિશ્વસ્તરે સંકટગ્રસ્ત છે. ૧૯૯૮ ના વાવાઝોડા પછી જામનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક શહેર-ગામડા અને જંગલોમાંથી ગીદ્યનો સફાયો થઈ ગયો હતો અને જામનગરમાંથી તો સંપૂર્ણપણે લુપ્ત થયા હતાં. શુક્રવારની સવારે જામનગરની ભાગોળે અને ખિજડીયાની પાછળના ભાગે અવોલ જળાશય પાસે ભારતીય ગીદ્ય જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાય છે. એક જાણકારી અનુસાર ૧૯૮૦ થી ર૦૦૦ ના દાયકાઓમાં સૌરાષ્ટ્રમાં અનેક વર્ષ દુષ્કાળના રહ્યાં હતાં. આ દરમિયાન પશુઓને સાંધાના દુઃખાવા માટે અપાતી ડાયકલોફેનાક દવાને કારણે આ ગીદ્ય તેની આડઅસરનો ભોગ બનેલા, કારણ કે ગીદ્યનો મુખ્ય ખોરાક જ મરેલા ઢોર હોય, દવાવાળા પશુ મૃતદેહોએ ભારે તબાહી મચાવી હતી અને બાકીની કસર વાવાઝોડાએ પૂરી કરી હોય, તેમ ૧૯૯૦ પછીના ૧૦-૧પ વર્ષમાં ભારતીય ગીદ્યની વસતિમાં ૯૭% નો ઘટાડો નોંધાયો હતો અને આ પ્રજાતિ લુપ્ત થવાની કતાર પર આવી ગઈ છે. જો કે, સરકારે ર૦૦૮ પછી આ ઘાતક દવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. તેમ છતાં આ દવાનો ઉપયોગ થતો રહ્યો હોવાથી અને ભારતીય ગીદ્ય હાલમાં ખૂબ જ જૂજ સંખ્યામાં બચ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial