Advertisement
Author: નોબત સમાચાર

સુદર્શન સેતુના રસ્તામાં ગાબડા તથા તિરાડો અંગે આપના નેતા ઈશુદાન ગઢવીની ઉગ્ર પ્રતિક્રિયા

દેવસ્થાનો સંલગ્ન કામોમાં ભ્રષ્ટાચારથી ભગવાન નારાજ !

ખંભાળીયા તા. ર૭ઃ તાજેતરમાં ઓખાથી બેટ જતા રસ્તા પર ૯૮૦ કરોડની ગંજાવર રકમના ખર્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સમાન સુદર્શન સેતુ બન્યાના છ માસમાં જ તેના મુખ્ય રસ્તા પર ગાબડા પડતા તથા સાઈડની દીવાલમાં તીરાડ પડતા થયેલા નબળા અને હલકી ગુણવત્તાવાળા કામ અંગે આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવેલ કે ભાજપનું ગુજરાત મોડેલ છે. ત્યાં આવા ભ્રષ્ટાચાર યુકત કામો છે અને ભાજપના લોકોએ દેવસ્થાનોમાં એવી ભ્રષ્ટાચારી કામગીરી કરી છે કે હવે ભગવાન પણ નારાજ છે એટલે તો અયોધ્યામાં 'રામ નારાજ થયા, બદ્રીનાથમાં શિવજી નારાજ થયા, વેરાવળ-સોમનાથમાં સોમનાથ મહાદેવ નારાજ થયા અને હવે દ્વારકાધીશ ભગવાનનો વારો છે!!

પાંચ મહિનામાં ખાડા પડી જાય અને રોજ હજારો લોકો વાહનો સાથે નીકળે નીચે દરિયો છે હવે ભાજપ પર કોઈને ભરસો નથી આ બ્રીજ મોરબી જેવી દુર્ઘટના નહીં થાય તેની શું ગેરંટી ? તેમણે ઈ.ડી. અને સીબીઆઈની તપાસની માંગણી કરી છે.

સર્વે તથા સહાયની માંગણી

ઈશુદાન ગઢવીએ તાજેતરમાં દ્વારકા પોરબંદર તથા જુનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિ થતાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા હોય તથા તેમના પાક, બીયારણનું મોટું નુકસાન થયું હોય તથા શ્રમિકો, મજુરોને પણ નુકસાન થયું હોય તાકીદે સર્વે કરીને સહાય ચુકવવા મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh