Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા અને તાલુકા કક્ષાએ તા. ર૯ જૂલાઈથી દિવ્યાંગ સાધન-સહાય કેમ્પ યોજાશે

દિવ્યાંગજનોને સાધન વિતરણનું આયોજન

જામનગર તા. ર૭ઃ જામનગર જિલ્લામાં એસ.આર. ટ્રસ્ટ (એમ.પી.) દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ આગામી તા. ર૯-૭-ર૦ર૪ થી તા. ૩-૮-ર૦ર૪ સુધી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અસ્થિવિષયક (લોકોમોટર) દિવ્યાંગજનોને સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ દિવ્યાંગજનોને એસેસમેન્ટ કરી કૃત્રિમ અવયવ અને કેલીપર્સ સાધન વિતરણની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં માત્ર કૃત્રિમ અવયવ અને કેલીપર્સ જ મળવાપાત્ર થશે. જે લોકોને ખોટા હાથ, પગ, કેલીપર્સ જરૂર હોય તેવા દિવ્યાંગજનોએ જ આ કેમ્પમાં હાજર રહેવું. આ સાથે યુડીઆઈડી કાર્ડ, આવકનું પ્રમાણપત્ર જેમાં રૂા. ૧.પ૦ લાખથી ઓછી આવક ધરાવતા હોય અથવા બી.પી.એલ. કાર્ડ, ર-ફોટોગ્રાફ, રેશન કાર્ડ, આધારકાર્ડ સાથે અત્રે જણાવ્યા અનુસાર સ્થળ અને સમય પર સ્વખર્ચે હાજર રહેવું.

આગામી તા. ર૯-૭-ર૦ર૪ થી તા. ૩૦-૭-ર૦ર૪ સુધી જામનગર શહેરમાં સરકારી ચિલ્ડ્રન હોમ, સાધના કોલોની, રણજીતસાગર રોડ, જામનગરમાં સવારના ૯ કલાકથી સાંજે પ કલાક સુધી તથા તા. ૩૧-૭-ર૦ર૪ થી તા. ૧-૮-ર૦ર૪ સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ધ્રોલમાં સવારના ૯ કલાકથી સાંજના પ કલાક સુધી, તા. ર-૮-ર૦ર૪ થી તા. ૩-૮-ર૦ર૪ સુધી સામુહિક આરોગ્ય કેન્દ્ર, લાલપુરમાં સવારના ૯ કલાકથી સાંજના પ કલાક સુધીમાં હાજર થવાનું રહેશે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જામનગર ફોન નં. ૦ર૮૮-રપ૭૦૩૦૬ પર સંપર્ક સાધી શકાશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh