Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં આવેલી મોબાઈલની દુકાનમાં ગણત્રીની મિનિટોમાં તસ્કરે કર્યાે હાથફેરો

દરવાજાનો લોક તોડી રૂા.૧૭ હજાર ઉઠાવ્યાઃ

જામનગર તા. ર૭ઃ ધ્રોલ શહેરમાં એસટી રોડ પર આવેલી મોબાઈલની એક દુકાનમાં ગયા મંગળવારે સવારે ગણતરીની મિનિટોમાં કોઈ તસ્કરે દુકાનના દરવાજાનો લોક તોડી નાખી અંદરથી રૂા.૧૭ હજાર રોકડા તથા જરૂરી કાગળો ઉઠાવી લીધા હતા. વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં રહેતા અને ધ્રોલ શહેરના એસટી રોડ પર માવતર કૃપા નામની મોબાઈલની દુકાન ચલાવતા વિસ્મીતભાઈ ત્રિભોવનભાઈ પરમાર નામના વેપારીની દુકાન ગયા મંગળવારે બંધ હતી. તે દરમિયાન તેમની દુકાનના દરવાજાનો લોક તોડી ચોરી થઈ હતી.

ગયા મંગળવારે સવારે ગણતરીની મિનિટોમાં તેમની દુકાનનંુ તાળુ તોડી નાખી ઘૂસી ગયેલા કોઈ તસ્કરે ત્યાં પડેલા ટેબલના ખાનામાંથી રૂા.૧૫ હજાર રોકડા અને રૂા.ર હજાર રોકડા જેમાં હતા તે પાકીટ તફડાવ્યું હતું. રોકડ રકમ ઉપરાંત વેપારીના આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, વાહનની બુક પણ ઉઠાવી જવાઈ હતી.

આ બાબતની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે બીએનએસની કલમ ૩૦૫, ૩૩૧ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh