Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ અજાણ્યા લોકો વાહન ભરીને પશુઓ ઉતારી ગયા હતાં...
ખંભાળીયા તા. ર૭ઃ ખંભાળીયા તાલુકાના ભાતેલમાં બહારથી છોડી ગયેલા પશુઓમાં તેર ગૌવંશ તથા એક શ્વાન ટ્રેન હેઠળ કપાઈ જતા મૃત્યુ નિ૫જતા અરેરાટી વ્યાપી છે.
ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામ પાસેથી ગઈકાલે નીકળતી પેસેન્જર ટ્રેઈનની હડફેટે તેર ગૌવંશ ગાય, વાછરડી, ખૂંટીયા વિગેરે તથા એક શ્વાનના એક સાથે મૃત્યુ નિપજતા ભારે કરૂણતાની લાગણી ગૌ પ્રેમી માનવતાવાદીમાં ફેલાઈ હતી.
ભાતેલ ગામની બાજુમાં કોઈ અજાણ્યા લોકો વાહનો ભરીને ગૌવંશ તથા કૂતરા ઉતારી ગયા હોય સ્થાનિક રસ્તાથી અજાણ આ ગૌવંશો કૂતરા રેલવે ટ્રેઈક પર ચડી ગયા હતા જ્યાંથી પસાર થતી પેસેન્જર ટ્રેઈનની હડફેટે આવતા ગૌવંશ કૂતરાના અંગો કપાઈ જઈને રેલવે ટ્રેકની બન્ને તરફ ફેલાઈ જતાં કરૂણ દૃશ્યો સર્જાયા હતા નાની વાછરડીના માથા પણ કપાઈને અલગ પડ્યા હતાં.
આ દુર્ઘટનાની જાણ થતાં ખંભાળીયા એનિમલ કેરના અશોકભાઈ સોલંકી દેસુર ધમા વિ. સ્થળ પર પહોંચી ગયા હતા તથા આ દુર્ઘટનામાં બચી ગયેલ અને ઘાયલ થયેલા બે ગૌવંશનો પશુ હોસ્પિટલે સારવાર કરાવીને પહોંચતા કરવા વ્યવસ્થા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial