Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૯-ઓગસ્ટ સુધીમાં અરજીફોર્મ મોકલી શકાશેઃ
ખંભાળીયા તા. ર૭ઃ કમિશ્નરશ્રી, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-ર૦ર૪ નું આયોજન કરવામાં આવ્યું છે.
ચાલુ વર્ષે જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માટે સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની અ,બ અને ખૂલ્લો વિભાગની વિવિધ કૃતિઓનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષની વય ધરાવતા તા. ૧-૧-ર૦૧પ થી ૩૧-૧ર-ર૦૧૭ વચ્ચે જન્મેલા જેમાં વક્તૃત્વ, નિબંધ, સર્જનાત્મક, ચિત્રકલા, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રિય અભિનય, બ વિભાગમાં ૧૦ થી ૧૩ વર્ષની વય ધરાવતા તા. ૧-૧-ર૦૧ર થી ૩૧-૧ર-ર૦૧૪ વચ્ચે જન્મેલા જેમાં વક્તૃત્વ, નિબંધ, સર્જનાત્મક, ચિત્રકલા, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિયાન અને ખૂલ્લા વિભાગમાં ૦૭ થી ૧૩ વર્ષની વય ધરાવતા તા. ૧-૧-ર૦૧ર થી ૩૧-૧ર-ર૦૧૭ વચ્ચે જન્મેલા જેમાં દોહા, છંદ, ચોપાઈ, લોકવાર્તા, લોકગીત, ભજન સમૂહગીત, લોકનૃત્ય જેવી સ્પર્ધામાં સ્પર્ધકો ભાગ લઈ શકશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સંસ્થાઓએ તા. ૯-૮-ર૦ર૪ સુધીમાં આપના અરજીફોર્મ સમય ૪ કલાક સુધીમાં જિલ્લા યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રૂમ નં. સી ૧/ર અને સી ૧/૪, પ્રથમમાળ, જિલ્લા સેવાસદન, લાલપુર બાયપાસ રોડ, જામખંભાળીયામાં મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજી માન્ય રહેશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial