Advertisement
Author: નોબત સમાચાર

પોલીસના રોકવા છતાં ન રોકાયેલા બાઈક ચાલકનો પોલીસે કર્યાે પીછોઃ નોંધાયો ગુન્હો

ટ્રાફિક શાખાની ડ્રાઈવમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યોઃ

જામનગર તા. ર૭ઃ ખંભાળિયાના સલાયા રોડ પર ગઈકાલે સાંજે ટ્રાફિક શાખાએ યોજેલી ડ્રાઈવમાં એક બાઈક પોલીસના રોકવા છતાં ન રોકાઈને નાસવા માંડતા તેનો પીછો કરી પોલીસે બાઈકચાલક શખ્સને રોકી લીધો હતો. તેની સામે ટ્રાફિક શાખાના જમાદારે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

ખંભાળિયા-સલાયા રોડ પર આવેલી સરકારી હોસ્પિટલ પાસે ગઈકાલે સાંજે ખંભાળિયા સ્થિત ટ્રાફિક શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા ચેકીંગ દરમિયાન એક બાઈક પસાર થતાં તેને રોકવાનો પોલીસે ઈશારો કર્યાે હતો.

પોલીસના ઈશારાથી રોકાઈ જવાના બદલે આ બાઈક સ્થળ પરથી નાસવા માંંડ્યું હતું. આગળ તથા પાછળ નંબર ન ધરાવતા આ બાઈકનો પોલીસે પીછો શરૂ કર્યાે હતો અને નજીકમાં જ તે બાઈકને આંતરી લેવામાં આવ્યું હતું. બાઈકના ચાલક ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના કિશોર ભીખાભાઈ વાઘેલા સામે બીએનએસની કલમ ૩૮૧ તથા એમ.વી. એક્ટની કલમ ૧૮૪, ૧૭૯ (૧) હેઠળ ટ્રાફિકના એએસઆઈ એચ.ડી. ચંદ્રાવડીયાએ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh