Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં ચાર મહિલા સામે જુગારનો ગુન્હોઃ
જામનગર તા. ૨૭ઃ દ્વારકાના ટુંપણી ગામમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. દ્વારકા શહેરમાંથી ચાર મહિલા તીનપત્તી રમતા પકડાયા હતા. કલ્યાણપુરના મેવાસા ગામમાંથી છ શખ્સ સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.
દ્વારકા તાલુકાના ટુંપણી ગામમાં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજશીભાઈ ભીખાભાઈ ચાવડા, વજશીભાઈ રામશીભાઈ ચાવડા, રણમલભાઈ લાખાભાઈ માડમ, હદુભાઈ વરવાભાઈ ચાવડા નામના ચાર શખ્સને પોલીસે દરોડો પાડીને પકડી લીધા હતા. પટમાંથી રૂા.૧૩૩૦ કબજે થયા હતા.
દ્વારકા શહેરમાં ટીવી સ્ટેશન રોડ પર ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા સુમનબેન શામળાભાઈ માણેક, ફાલ્ગુનીબેન કેતનભાઈ બઠીયા, પ્રભાબેન કાનજીભાઈ વેગડ, દેવુબેન નામના ચાર મહિલાને પોલીસે રૂા.૨૪૧૦ રોકડા સાથે પકડી લીધા હતા.
કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં ગૌશાળા પાસે ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા અમિત જયંતિલાલ જાદવાણી, કાના ભીમશીભાઈ નંદાણીયા, પાલાભાઈ નારણભાઈ નંદાણીયા, રામ કારાભાઈ ગાધેર, સાજણભાઈ નારણભાઈ નંદાણીયા, લખમણભાઈ બોઘાભાઈ નંદાણીયા નામના છ શખ્સને પોલીસે રૂા.૧૦૮૩૦ રોકડા તથા ગંજીપાના સાથે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial