Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને ટ્રકના ડ્રાઈવર સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૭ઃ કાલાવડથી રાજકોટ તરફના ધોરીમાર્ગ પર ગઈકાલે સાંજે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બે મીની ટ્રક રોકાવી તલાશી લેતાં બંને ટ્રકમાંથી દેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતા અખાદ્ય ગોળના ૧૧૩૦ ડબ્બા મળી આવ્યા હતા. ડબ્બા, બે ટ્રક કબજે કરી પોલીસે બંનેના ડ્રાઈવર સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધ્યો છે.
કાલાવડથી રાજકોટ તરફના રોડ પર ગઈકાલે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં જીજે-૩૭-ટી ૭૭૩૮ નંબરના મીની ટ્રકને શકના આધારે રોકવામાં આવ્યો હતો. તે ટ્રકની તલાશી લેવાતા તેમાંથી અખાદ્ય ગોળના ૧૩૦ ડબ્બા મળી આવ્યા હતા. દેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતા ગોળના આ જથ્થા અને રૂા.પ લાખના ટ્રકને પોલીસે કબજે કરી ભાણવડના ઘુમલી ગામના ટ્રક ડ્રાઈવર દિવ્યેશ ગોબરભાઈ બારીયા ઉર્ફે રાકેશ કોળી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
તે જ રોડ પર કૈલાસ નગરથી આગળ હોસ્પિટલ પાસેથી જીજે-૧૦-ટીવી ૭૦૫૧ નંબરનો મીની ટ્રક પણ મળી આવ્યો હતો. તેમાંથી પણ અખાદ્ય ગોળના ૧૦૦૦ ડબ્બા સાંપડ્યા હતા. જામનગરના હાપા રેલવે સ્ટેશન પાસે રહેતા ટ્રક ડ્રાઈવર કરશનભાઈ મંગાભાઈ વરૂની સામે પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ગોળના ડબ્બા તથા રૂપિયા સાડા ત્રણ લાખનો ટ્રક ડીટેઈન કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial