Advertisement
Author: નોબત સમાચાર

વડાપાઉંના વેપારીની વ્યાજ વટાવની ફરિયાદમાં વધુ બે આરોપી ઝડપાયા

એક પાસેથી વેપારનો ચેક થયો કબજેઃ

જામનગર તા. ર૭ઃ જામનગરના વડાપાઉંના એક વેપારીએ વ્યાજ વટાઉ અંગે ૧૫ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. તેની શરૂ થયેલી તપાસમાં ગઈકાલે પોલીસે બે આરોપીને પકડી પાડ્યા છે. એક શખ્સના કબજામાંથી પોલીસે વેપારીનો ચેક કબજે લીધો છે.

જામનગરના દાંડિયા હનુમાન મંદિર સામે વડાપાઉંની દુકાન ચલાવતા કમલેશ નામના વેપારીએ જુદા જુદા સમયે રૂા.૪૦ લાખ જેટલી રકમ વ્યાજે લીધા પછી ૧૫ જેટલા શખ્સે રૂા.૮૦ લાખથી વધુ રકમ વ્યાજ પેટે મેળવી લીધી હોવા છતાં કમલેશની બે દુકાન, તેનું સ્કૂટર, તેના પિતાનું ટ્રેક્ટર અને કોરા ચેક પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

ઉપરોક્ત ગુન્હા અંગે પોલીસે આઈપીસી ૩૮૪, ૫૦૪, ૫૦૬ (ર), ૪૨૭ તથા નાણા ધિરધારની કલમ ૫, ૩૯, ૪૦, ૪૨ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન ગઈકાલે હનુમાન ગેઈટ પોલીસચોકીના પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે શાંતિનગરમાં રહેતા દુષ્યંતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા અને મચ્છરનગરમાં રહેતા દિવ્યરાજસિંહ મૂળુભા જેઠવાની ધરપકડ કરી છે.

આ શખ્સો પૈકીના દિવ્યરાજસિંહ પાસેથી કમલેશનો બેંક ખાતાનો ચેક પોલીસે કબજે કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh