Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વિવિધ વિસ્તારોને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરાયા

કોેલેરા રોગનો ફેલાવો અટકાવવા માટે

જામનગર તા. ર૭ઃ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગરના વોર્ડ નં. પ માં હિમાલયા સોસાયટી શેરી નં. ર, હનુમાન મંદિર ગલી, કનૈયા પ્રોવિઝન સ્ટોર તથા વોર્ડ નં. ૬ માં સમાવિષ્ટ દેવનગર ખુલી ફાટક પાસે વામ્બે આવાસની આસપાસના વિસ્તારમાં કોલેરાના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ રોગનો ફેલાવો થતો અટકાવવા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા તથા તેની આજુબાજુના ર કિ.મી. ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટેની દરખાસ્ત મળતા જિલ્લા મેજિ. બી.કે. પંડ્યાએ તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એક્ટ અન્વયે જાહેરનામું બહાર પાડેલ છે.

જે અન્વયે ઉપરોક્ત વિસ્તારોને કોલેરા રોગગ્રસ્ત તથા તેની આસપાસના ર કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમજ આ રોગનો ફેલાવો થતો અટકાવવા માટે નાયબ કમિશ્નર, જામનગર મહાનગરપાલિકાને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે અને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ તેઓને એનાયત કરવામાં આવેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh