Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માખી-મચ્છર-જીવાતોનો ભયંકર ઉપદ્રવ
ખંભાળીયા તા. ર૭ઃ ખંભાળીયા શહેરમાં રેલવે સ્ટેશન સામે આવેલ રેલવે કવાર્ટરોમાં વરસાદ રહી જવાના ત્રણ દિવસ પછી પણ કવાર્ટરો પાસે તથા ત્યાં જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા રહેતા તથા તેના કારણે ગંદકી તથા મચ્છરોના ઉપદ્રવ સાથે નાના બાળકો ઘરમાંથી બહાર ના નીકળી શકે તેવી સ્થિતિ થતાં ભારે પરેશાની રેલવે કર્મીઓના પરિવારોને થઈ રહી છે.
આ રેલવે કવાર્ટરો નીચાણમાં હોય નજીકથી પસાર થતાં જડેશ્વર રોડથી સ્ટેશન જતાં રસ્તો ઉંચો હોય ત્યાં ત્રણ ફૂટ પાણી ભરાતા હોય આ ભરાતા પાણી રેલવે કોલોનીમાં આવતા હોય થોડા જ વરસાદમાં અહીં પુષ્કળ પાણી ભરાય છે.
અગાઉ એક ઈજનેર દ્વારા આખી કોલોનીનું પાણી એક ઉંડી ગટર જેવી કેનાલમાંથી છેક દૂર નિકાલ થાય તેવું આયોજન કરેલું પણ ઉપર એસી. કચેરીમાં આરામ ફરમાવતા બાબુઓએ નામંજુર કરતા પ્રતિ વર્ષ મોટી સંખ્યામાં રેલવે કોલોનીમાં રહેતા પરિવારજનો દિવસો સુધી ચોમાસામાં આ પરેશાની સહન કરતા હોય તાકીદે પાણી ઉલેચવા તથા મોરમ પાથરવાની માંગણી પરિવારોમાં ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial