Advertisement
Author: નોબત સમાચાર

એટ્રોસિટી એક્ટમાં આરોપીની ધરપકડ કેમ કરાતી નથીઃ ધારાશાસ્ત્રીનો સવાલ

આવતા મહિનાથી આંદોલન કરવાની અપાઈ ચીમકીઃ

જામનગર તા. ૨૭ઃ જામનગર શહેર તથા જિલ્લામાં નોંધાતા એટ્રોસિટી એક્ટ હેઠળના ગુન્હાઓમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરવાના બદલે નોટીસ આપીને કાર્યવાહી કરી લેતી હોવાની રજૂઆત સાથે નગરના સિનિયર ધારાશાસ્ત્રીએ વિરોધ પ્રગટ કરી રેન્જ આઈજીને અરજી પાઠવી છે અને આંદોલન કરવા ચીમકી આપી છે.

જામનગર જિલ્લામાં છેલ્લા દોઢ-બે મહિનામાં જુદા જુદા પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેટલાક ગુન્હા નોંધાયા છે. તે ગુન્હાઓમાં આરોપીઓની પોલીસ ધરપકડ ન કરતી હોય અને માત્ર નોટીસ આપીને આરોપીને જવા દેતી હોવાથી આવા ગુન્હામાં આરોપીઓને કાયદાનો કોઈ ડર રહેતો નથી અને દલીલો પર અત્યાચારના બનાવો વધતા જઈ રહ્યા છે. તેમ જણાવી જામનગરના સિનિયર ધારાશાસ્ત્રી અને વકીલ મંડળના પૂર્વ પ્રમુખ એન.વી. ગોહિલે આંદોલન કરવાની ચીમકી આપી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું છે કે, સાત વર્ષ સુધીની સજાની જોગવાઈવાળા પોક્સો, લાંચ-રૂશ્વત અધિનિયમ, એનડીપીએસ જેવા કેટલાક ગુન્હાઓમાં સાત વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઈ છે ત્યારે અને એટ્રોસિટી એક્ટ હેઠળના ગુન્હામાં સાત વર્ષની સજા હોવા છતાં ઉપરોક્ત ગુન્હાઓમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરી લે છે અને એટ્રોસિટીના ગુન્હામાં આરોપીને નોટીસ પાઠવી જવા દેવામાં આવે છે.

ઉપરોક્ત બાબતે યુવા દલિત સમાજ દ્વારા એસપી તથા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં હકારાત્મક પગલાં ભરાયા નથી તેથી રેન્જ આઈજી કચેરીએ રૂબરૂ જઈ એડવોકેટ એન.વી. ગોહિલે ઘટતું કરવા લેખિતમાં રજૂઆત કરી છે અને તેમ છતાં જો આવનારા સમયમાં હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી તા.૧૦ ઓગસ્ટથી જામનગર શહેર-જિલ્લાના દલિત સમાજને સાથે રાખી આંદોલનના મંડાણ કરવામાં આવશે તેમ અરજીના અંતમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh