Advertisement
Author: નોબત સમાચાર

બજેટ અંગે ચર્ચા કરવા માટે યોજાયેલી પરિષદ ઠેલાઈ

કેન્દ્રીય પ્રધાન બપોરે આવશેઃ

ગાંધીનગર તા. ૨૭ઃ ગાંધીનગરમાં આજે બજેટને અનુલક્ષીને કેન્દ્રીય પ્રધાનની પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી પરંતુ દિલ્હીથી તેઓનું વિમાન ઉડાન નહીં ભરી શકતા આ પરિષદ બપોર પછીના સમય પર મુલતવી રાખવી પડી હતી.

અમદાવાદમાં આજે કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પુરીની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ જાહેર થયા પછી તેના અનુસંધાને કેન્દ્રીય પ્રધાન પત્રકારો સાથે વાતચીત કરવાના હતા.

આ કાર્યક્રમ માટે આજે સવારે કેન્દ્રીય પ્રધાન જે હવાઈ જહાજમાં રવાના થવાના હતા તે જહાજ વાતાવરણના કારણે ઉડી નહીં શકતા સવારે રાખવામાં આવેલી પત્રકાર પરિષદ બપોર પછીના સમય પર મુલતવી રખાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh