Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોન કાપી નાખવાના પ્રશ્ને મહિલાના ઘેર જઈ કરાઈ ધમાલઃ
જામનગર તા. ૨૭ઃ જામનગરના પટેલકોલોની વિસ્તારમાં ગુરૂવારની રાત્રે એક એપાર્ટમેન્ટ નીચે જઈ બૂમાબૂમ કરતા શખ્સને ટપારાતા તે શખ્સ તથા તેના પિતાએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. એક મહિલાના પુત્રએ ભૂલથી ફોન કાપી નાખતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સે તે મહિલાના ઘરે જઈ ધમાલ મચાવી સ્કૂટરમાં તોડફોડ કરી નાખી હતી.
જામનગરના પટેલકોલોની વિસ્તારની શેરી નં.૧૧માં વસવાટ કરતા ઉપેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજાના એપાર્ટમેન્ટ નીચે જઈ ગુરૂવારે રાત્રે રાંદલનગરમાં રહેતા રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ જેઠવાએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. તેથી નીચે આવેલા ઉપેન્દ્ર સિંહ તેમ કરવાની ના પાડતા રાજદીપસિંહે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બાબતે ઉપેન્દ્રસિંહે ફોન કરીને રાજદીપસિંહના પિતા રાજેન્દ્રસિંહને કહેતા તેઓએ મારો દીકરો ત્યાં આવશે જ, તેને કંઈ કહેશો તો જાનથી મારી નાખીશ તેવી રાજેન્દ્રસિંહે પણ ધમકી આપતા સિટી બી ડિવિઝનમાં ઉપેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવી છે. તેઓના જણાવ્યા મુજબ તેમની પુત્રીના લગ્ન અગાઉ રાજદીપસિંહ સાથે કરાયા હતા. તે પછી છૂટાછેડા થયા હતા. તેમ છતાં ગુરૂવારની રાત્રે રાજદીપસિંહે ઘર પાસે આવી ધમાલ મચાવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૩૩માં રહેતા સાજીયાબેન સોહિલભાઈ બ્લોચના મોબાઈલમાં પતિ સોહિલના ફઈના દીકરા સાહિલે કોલ કર્યાે હતો અને તે કોલ સાજીયાબેન ના સાત વર્ષના પુત્રએ કાપી નાખ્યો હતો. તે બાબતનો ખાર રાખી બુધવારે રાત્રે સાહિલ આરીફ હોથ, દંતો તથા આફરીદી નામના ત્રણ શખ્સ પાઈપ, ધોકા, છરી સાથે ધસી આવ્યા હતા.
આ શખ્સોએ સાજીયા બેનના ઘરની બારી તોડી નાખી ત્યાંથી છરીનો ઘા કર્યાે હતો. તે ઉપરાંત બહાર પડેલા એક્ટિવામાં ધોકા-પાઈપ ફટકારી તેમાં નુકસાન સર્જી ત્રણેય શખ્સ ધમકી આપી નાસી ગયા હતા. સાજીયાબેને સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial