Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડવા અપાયા પછી જમાવી લેવાયો કબજોઃ
જામનગર તા. ૨૭ઃ જામનગરના એક આસામીની ભાણવડના ચોખંડા ગામના આવેલી વડીલોપાર્જીત જમીન ૪૫ વર્ષ પહેલા ખેડવા માટે અપાયા પછી તેના પર કબજો જમાવી લેવાતા આખરે આ આસામીએ પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જામનગર શહેરમાં દિગ્જામ વુલન મીલ ૫ાસે યાદવનગરમાં રહેતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા ગામના વતની કાળુભાઈ સામતભાઈ હરિયાણી નામના કોળી આસામીએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ચોખંડા ગામના પબાભાઈ ડોસાભાઈ ભાટુ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેઓના પિતાની વડીલોપાર્જીત ખેતીની આ જમીન ચોખંડા ગામમાં નવેક વીઘામાં આવેલી છે. તે જમીન પબાભાઈ ડોસાભાઈ તથા જેસાભાઈ ડોસાભાઈ ભાટુને વર્ષાે પહેલાં આપવામાં આવી હતી. તે પછી છેલ્લા ૪૫ વર્ષથી તે જમીન પર ઉપરોક્ત બંને વ્યક્તિનો કબજો હતો.
ગયા વર્ષે જેસાભાઈનું અવસાન થયું હતું. તે પછી કાળુભાઈની સંયુક્ત ખાતાની વડીલોપાર્જીત જમીનમાં પબાભાઈ ભાટુએ ગેરકાયદે કબજો જમાવી રાખ્યો હતો. અંદાજે રૂા.૪૫ લાખની આ જમીન પચાવી પાડવામાં આવી હોવાની અરજી કાળુભાઈએ કલેક્ટર સમક્ષ કર્યા પછી તેની ચકાસણી કરાઈ હતી અને તેના અંતે ફરિયાદ નોંધાવવા સૂચના અપાતા ગઈકાલે ભાણવડ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ કરાઈ છે. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial