Advertisement
Author: નોબત સમાચાર

પોલીસતંત્રમાં ભરતી અને બઢતીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને કેમ તતડાવી? :ટોક ઓફ ધ સ્ટેટ

ગુજરાતમાં તંત્રો અને સરકારી પકડ ઢીલી પડી રહી હોવાના અભિપ્રાયો શું સૂચવે છે!

જામનગર તા. ર૭ઃ જામનગરમાં સરકારી કચેરીઓના અધિકારીઓને ખુલ્લેઆમ ધમકી અપાઈ હોય કે તે પહેલા બબ્બે એડવોકેટ સહિત હત્યાના ચકચારી કેસ ચાલતો હોય, પોલીસતંત્રએ તો જરૂરી કાર્યવાહી કરી, પરંતુ માત્ર જામનગર જ નહીં, હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ગુનેગારોને કાયદાનો ડર જ રહ્યો ન હોય, તેવી ઘટનાઓ બની રહી છે. આ પ્રકારની સ્થિતિ રાજ્યના શાસન-પ્રશાસનની કમજોરી ગણાય. ઘણાં લોકો કહે છે કે મૃદુ પણ મક્કમ ગણાતા ભૂપેન્દ્રભાઈ પટેલની બ્યુરોક્રેશી તથા પોલિટિકલ સિસ્ટમ પરની પકડ ઢીલી પડી છે, તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફાયરબ્રાન્ડ અને ઝડપી નિર્ણયશક્તિ ધરાવતા નેતા ગણવામાં આવે છે, ત્યારે કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ મિત્ર પ્રત્યાઘાતો સંભળાઈ રહ્યા હોય, તો તે રાજ્ય સરકાર માટે આત્મમંથનનો વિષય છે, ખરૂ કે નહીં?

હકીકતે રાજ્યના પોલીસબેડામાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી તથા બદલી-બઢતીના મુદ્દે દ્વિધાની સ્થિતિ વચ્ચે કાર્યરત પોલીસતંત્ર આંતરિક ગડમથલમાં હોય તેમ જણાય છે. આ પ્રકારના કોઈ કેસમાં સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી નાંખી, તે શું સૂચવે છે? આ મુદ્દો આજે રાજ્યવ્યાપી ચર્ચાનો વિષય છે.

હકીકતે રાજ્યમાં થયેલા કોમી હુલડો દરમિયાન જાહેર માલ-મિલકતને થયેલા નુક્સાનને અટકાવવામાં પોલીસની ભૂમિકાના સંદર્ભમાં જાહેર હિતની અરજીના સંદર્ભે સુનાવણી ચાલી રહી હતી, ત્યારે હાઈકોર્ટની બેન્ચે રાજ્ય સરકાર દ્વારા પોલીસતંત્રમાં ભરતી અને પ્રમોશનની પ્રક્રિયાને લઈને સરકારની અવઢવની નીતિરીતિની આકરી ટીકા કરી હતી.

અદાલતે તો સરકારી વકીલને ત્યાં સુધી કહી દીધુ કે પોલીસમાં ભરતી અંગે રાજ્યસરકાર શું કરી રહી છે, તેનો સ્પષ્ટ જવાબ નહીં મળે તો અદાલતની અવગણના કરવાનો કેસ થશે. કોર્ટના આદેશોને મજાક ન બનાવો?

પોલીસ બેડામાં અઢીસો જેટલા અધિકારીઓના પ્રમોશન માટે જીપીએસસીની મંજુરીને લઈને વેધક સવાલો ઊઠાવતા અદાલતે કહ્યું કે જ્યારે ભરતી માટે અલગ બોર્ડ છે, ત્યારે પ્રમોશન માટે જીપીએસસીને વચ્ચે લાવવાની શું જરૂર છે? બીજા રાજ્યોના પોલીસતંત્રોમાં કેવી રીતે ભરતી અને બઢતી થાય છે, તેનો અભ્યાસ કરવાની જરૂર પણ અદાલતે જણાવી હતી.

ટૂંકમાં, રાજ્ય સરકાર જ્યારે પોલીસ તંત્રમાં ભરતી, બઢતીના મુદ્દે જ અટવાયેલી હોય અને તેના કારણે ભરતી-બઢતી અટકી જતી હોય તો તેથી ખાલી કરેલી જગ્યાઓ નહીં ભરાવાથી તથા પોલીસ સ્ટાફનું મોરલ ડાઉન થવાથી તેની વિપરીત અસરો ટોપ-ટુ-બોટમ અને હાલારથી ગાંધીનગર સુધી થતી હોય અને તેના કારણે તંત્ર અને સરકારની પકડ ઢીલી થવાથી ગુનાખોરોની હિંમત વધી રહી હોય તેવું તો નથી ને?... તપાસ તો કરો...!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh