Advertisement
Author: નોબત સમાચાર

કોલેરા-ચાંદીપુરાના રોગચાળા અંગે મ્યુનિ. કમિશનરની ઊંઘ ઊડાડવા કોંગીજનોએ મનપામાં વગાડ્યા મંજીરા!

રોગચાળાની રજૂઆત કરવા ગયા તો કચેરીના દરવાજા બંધ કરી દેવાતા ચેમ્બર બહાર જ વિરોધ પ્રદર્શિત કરાયો

જામનગર શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે જ્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનરની ઊંઘ ઊડાડવા માટે ગકાલે કોંગ્રેસ દ્વારા મંજીરા-ખંજરી, કરતાલ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરમાં કોલેરા, ચાંદીપુરા સહિતના ઘાતક રોગનું પ્રમાણ વધ્યું છે. કેટલાક દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની માંગ સાથે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં આવતા રોગચાળો વકર્યો છે. આથી લોકોની સમસ્યાને વાચા આપવા માટે ગઈકાલે કોંગ્રેસ દ્વારા કમિશનર સમક્ષ રજૂઆતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ કમિશનર કાર્યાલયના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતાં. આથી કોંગી કાર્યકરોએ કમિશનર કાર્યાલયમાં બહારના ભાગમાં જ મંજીરા, કરતાલ, ખંજરી જેવા સંગીતના સાધનોથી સૂત્રોચ્ચાર સાથે રમઝટ બોલાવી હતી, અને જ્યારે હોબાળો મચાવી કમિશનરના નામના સૂત્રો પોકાર્યા હતાં અને કમિશનર એસી ચેમ્બરમાં બેસી રહે છે, પરંતુ ફિલ્ડમાં તપાસ-ચેકીંગ માટે જતા નથી. ગામમાં કચરો ઉપાડવામાં આવતો નથી. સઘન સફાઈ થતી નથી વગેરે જેવા આક્ષેપો કર્યા હતાં. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, આનંદ રાઠોડ, નુરમામદ પલેજા, ઉપરાંત કોંગ્રેસના આગેવાનો ભરત વાળા, સાજીદ બ્લોચ સહિતનાઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh