Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈમાં આયોજીત સિનિયર પેજન્ટ ઈન્ડિયા સ્પર્ધામાં અંજલિ નાદિગ વિજેતા

સવાલ-જવાબ સત્ર-નૃત્ય અને સુંદરતાનો સંગમઃ

જામનગર તા. ર૭ઃ મુંબઈના વિલે પાર્લેમાં તાજેતરમાં પપ વર્ષ અને તેથી વધુ વયની મહિલાઓ માટે મિસ સિનિયર પેજન્ટ ઈન્ડિયા ર૦ર૪ યોજાયો હતો. પિંચ ઈવેન્ટ્સના સ્થાપક રેખા દેસાઈના વિઝનને જીવંત બનાવતો આ કાર્યક્રમ અમન વર્મા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જે સવાલ-જવાબના સત્રો, મનમોહક નૃત્ય પ્રદર્શન અને કાલાતીત સુંદરતાનો સંગમ હતો. પદ્મિની કોલ્હાપુરે, સંજય ચાલ, ડો. ચેરાધ બામ્બોટ, ગ્લેન એથિડે અને ભુવનેશ્વરીએ નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી.

આ સ્પર્ધામાં અંજલિ નાદિગ કૃપા, સંયમ અને કાલાતીત સુંદરતાના પ્રતીક તરીકે વિજયી બન્યા હતાં. આ ઉપરાંત આ સ્પર્ધામાં બીજુ સ્થાન સંચિતા નાગરાજ, ત્રીજું સ્થાન પ્રીતિ મુનશી, ચોથું સ્થાન યામિની નાફડ અને પાંચમું સ્થાન સિલ્વિયા ફર્નાન્ડિસએ પ્રાપ્ત કર્યું હતું. આ શોને પાટીદાર સ્વજન, પ્લેટિનમ કોર્પોરેશન અને જયશ્રી ઈન્ટરનેશનલ તથા મુંજાલ થીમ્સ, એન ઓકેશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh