Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટની માહિતી અને સીપીઆરની તાલીમ માટે
જામનગર તા. ર૭ઃ રાહત કમિશનરની કચેરી, મહેસુલ વિભાગ - ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરના લોકો માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઝીણવટભરી માહિતી આપતા એક પબ્લિક એંગેજમેન્ટ એક્ટિવીટી સ્ટોલને રણમલ તળાવ ઉપર મૂકવામાં આવ્યો છે. જ્યાં સ્થળ ઉપર જ વહેલી સવારથી મોડી સાંજ સુધી આવતા સહેલાણીઓ અને જોગર્સને ડિઝાસ્ટર મેનેજમેન્ટની માહિતી તેની પ્રાથમિક તાલીમ તેમજ પ્રાથમિક આરોગ્ય સેવાઓ અને સીપીઆર પદ્ધતિ શીખવવામાં આવે છે. વહેલી સવારથી આવતા જોગર્સ અને સાંજે આવતા સહેલાણીઓ ઉપસ્થિત રહીને આ તાલીમનો લાભ મેળવે છે. રવિવાર તા. ર૮-૭-ર૪ સુધી રણમલ તળાવ ગેટ નં. ૧ પાર્કિંગ એરિયામાં તથા એમ્યુઝમેન્ટ પાર્કમાં આ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. જેની મુલાકાત લઈ ડિઝાસ્ટર મેનેજનેન્ટ અને પ્રાથમિક સારવાર અંગેની માહિતી મેળવવા જામનગર મહાનગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial