Advertisement
Author: નોબત સમાચાર

મ્યુનિ. કમિશનરે બોલાવી જી. જી. હોસ્પિટલના તબીબોની બેઠકઃ આરોગ્ય અધિકારી જોડાયા

રોગચાળાને અટકાવવા તંત્રના હાથ ટુંકા પડ્યાઃ ભારે વિરોધ પછી તંત્ર જાગ્યુ

જામનગર તા. ર૭ઃ જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. ત્યારે આજે મ્યુનિ. કમિશનર દ્વારા જી.જી.હોસ્પિટલના તબીબો સામે બેઠક યોજવામાં આવી હતી. તેમાં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પણ જોડાયા હતાં.

જામનગરમાં ચાંદીપુરા, કોલેરા, તાવ જેવા અનેક રોગના દર્દીઓનું પ્રમાણ વધુ છે. આ રોગચાળો અટકાવવામાં તંત્રના હાથ ટુંકા પડયા છે. ત્યારે ઉઠવા પામેલા વ્યાપક વિરોધ પછી આજે મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી દ્દારા રોગચાળાને અંકુશમાં લેવા અંગે આરોગ્ય વિભાગની એક બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી, મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઈ, ડો. એસ.એસ. ચેટરર્જી, મહાનગરપાલિકાના ડો. ગેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અને દર્દીઓને આપવામાં આવતી સારવાર તકેદારી રાખવી? કયાં પગલા લેવા વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ મિટીંગ પછી મીડિયાને સંબોધતા મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું કે કોલેરા, ચાંદીપુરા, કમળો સહિતના રોગચાળા અન્વયે ચર્ચા માટે બેઠક યોજાઈ હતી.

તમામ ઝાડા-ઉલ્ટીના કેસમાં કોલેરા હોય તે જરૂરી નથી. ચાંદીપુરાનો કોઈ કેસ જામનગર શહેરમાં નોંધાયો નથી એક મૃત્યુ કેસમાં પણ રિપોર્ટ નેગેટીવ મળ્યો હતો.

છેલ્લા બે માસમાં જામનગર અને આજુબાજુના વિસ્તારમાંથી ર૪ કેસ નોંધાયા છે. ખાસ કરીને મોહર્મના જુલુસ પછીના બે-ત્રણ દિવસ પછી થોડા કેસ વધ્યા હતાં. આરોગ્ય વિભાગનો સ્ટાફ ઘરે જઈને કામગીરી કરી રહ્યો છે.

બોરનું, બોરવેલનું પાણી હાલના તબક્કે પીવુ હીતાવહ નથી. છતાં જરૂર હોય તો ઉકાળીને અથવા કલોરીન કરીને જ પીવું અન્યથા મહાનગર-પાલિકા દ્વારા વિતરણ થતા સુપર કલોરીન વાળા પાણીનો ઉપયોગ કરવો.

ખુલ્લા ખોરાક ખાવા નહીં, રસ, બરફ અને પાણીપુરીના અનેક ધંધાઓ બંધ કરાવાયા છે. એકંદરે લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh