Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોકરાઓની બાબતે હુમલો કરનાર આરોપીઓનો છૂટકારોઃ
જામનગર તા. ૨૭ઃ જામનગરના જાગૃતિનગરમાં એક મહિલા પર પાંચ વર્ષ પહેલાં ધોકા, કુહાડીથી હુમલો કરાયો હતો. જ્યારે ગયા વર્ષે કાલાવડ નાકા પાસે એક યુવાન પર પોલીસ કેસ પાછો ખેંચવાની બાબતે હુમલો થયો હતો. તે બંને કેસમાં અદાલતે તમામ આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરની ખોડિયાર કોલોની સામે આવેલા જાગૃતિ નગરમાં રેશ્માબેન સુનિલભાઈ વઢીયારની બહેન તથા મંગલ રણછોડ વગેરેના બાળકો ગઈ તા.૭-૪-૧૯ના દિને સાથે રમતા હતા ત્યારે ઝઘડી પડ્યા હતા. તેનો ખાર રાખી રેશ્માબેન પર કુહાડી, ધોકા વડે મંગલ, કિશન માલપા, રામસ્વરૂપ ડાભી, ગુજરીબેન રણછોડ, વૈજયંતીબેન રામસ્વરૂપ, લાજવંતી ડાભીએ હુમલો કર્યાે હતો. પોલીસે ગુન્હો નોંેંધી આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના સરીફાબેન હાજી ખફીએ અગાઉ પોલીસમાં સમીર અલારખા ખફી સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં સમાધાન કરી લેવા માટે સમીર તથા હાજી સીદીક ખફી દબાણ કરતા હતા પરંતુ સમાધાન ન થઈ શકતા ગઈ તા.૨૮-૪-૨૩ની રાત્રે સમીર તેમજ વસીમ અલારખા, બોદુ ઈબ્રાહીમે છરી, પાઈપ વડે હાજી સીદીક ખફી પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. બંને કેસમાં આરોપીઓ તરફથી વકીલ ધર્મેશ ગોંડલીયા, આર.કે. સોઢા, અનીતા રામવાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial