Advertisement
Author: નોબત સમાચાર

મેઘતાંડવ થકી હાલારના ખેતરો બન્યા તળાવઃ પાક ધોવાયો

મકાનો-દુકાનોમાં પાણી ઘુસતા વ્યાપક નુકસાનઃ પશુધન તણાયુ

હાલારના બન્ને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘતાંડવના કારણે જનજીવનને ભારે અસર થઈ છે. લોકોના મકાનો-દુકાનોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી, માલ, સામાનને નુકસાન થયું છે. પશુઓ તણાય ગયા છે. પણ સૌથી મોટું નુકસાન ખેડૂતોને થયું છે. જામનગર જિલ્લામાં અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તળાવ બની ગયા છે. ખેતરોમાં ઉગેલા માલ અને ઉભા પાક ઉપર પાણી ફરી વળતાં ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ જાય તેવી કામનસીબ સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાંથી પાણી ઓસરે ત્યાં સુધીમાં તો જલ ભરાવના કારણે પાકનો સોથ વળી જશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.સમગ્ર હાલાર પંથકમાં નગણ્ય કહી શકાય તેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાકને વરસાદથી ફાયદો થાય તેમ જણાય છે, બાકી અતિવૃષ્ટિએ ખેતરોમાં પાણી ફેરવી દેતા પાકના ઉત્પાદનની આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે !!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh