Advertisement
Author: નોબત સમાચાર

૩૫ વર્ષ પહેલાં ધો.૧૦ના ત્રણ પેપર ખંડની બહાર લખવાના કેસમાં છૂટકારો

પરીક્ષાર્થી તથા તેની બહેન સામે નોંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા. ૨૬ઃ જામનગરના એક પરીક્ષા કેન્દ્રમાં ૩૫ વર્ષ પહેલાં ધો.૧૦ની લેવાઈ રહેલી પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ત્રણ પેપર પરીક્ષાખંડની બહાર લખ્યા હોવાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે પરીક્ષાર્થી તથા તેની બહેન સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસમાં બંનેનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.

આ કિસ્સાની વધુ વિગત મુજબ વર્ષ ૧૯૮૯ના માર્ચ મહિનામાં ધો.૧૦ની પરીક્ષા લેવાઈ રહી હતી ત્યારે નિલેશ ખીમજીભાઈ નામના વિદ્યાર્થીએ ગુજરાતી, સમાજવિદ્યા અને ગણિતના પેપર પરીક્ષા ખંડની બહાર અને પંચવટી સોસાયટીમાં એક આસામીના મકાનમાં લખ્યા હોવાની અને તે પેપર નિલેશના બહેને લખી આપ્યા હોવાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

ઉપરોક્ત ત્રણેય વિષયના પેપર પરીક્ષાનો સમય પૂર્ણ થયા પછી રજૂ કર્યાનું જણાવી તેમજ નિલેશે પરીક્ષાખંડની બદલે ઘરે બેસી પેપરો લખી એસએસસી બોર્ડ સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરી બનાવટી દસ્તાવેજને સાચા દસ્તાવેજ તરીકે રજૂ કર્યા હોવાની ફરિયાદ થતાં પોલીસે જે તે વખતે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧ હેઠળ ગુન્હો નોંધી નિલેશ તથા  બહેનની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા બચાવપક્ષે દલીલ કરી હતી કે, આ ગુન્હો માત્ર અરજીના આધારે નોંધાયો છે, અરજી કઈ તારીખે લખાઈ છે, કોના માટે લખાઈ છે, કોને આપવામાં આવી છે તેનો ખુલાસો ફરિયાદ પક્ષે કર્યાે નથી. તે ઉપરાંત સુપરવાઈઝર કે પ્રિન્સીપાલે આરોપી પરીક્ષામાં ચોરી કરતા હોય તેવી અરજી આપી નથી, પરીક્ષાર્થી ક્લાસરૂમની બહાર ગયા નથી, સુપરવાઈઝરે તેઓને ચોરી કરતા રંગેહાથ પકડ્યા નથી.

ઉપરોક્ત દલીલો માન્ય રાખી અદાલતે નિલેશ તથા તેના બહેનનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપીઓ તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh