Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૭ઃ દ્વારકા જિલ્લાના ભાણવડના વાડી વિસ્તારમાં એક ફીશીંગ નેટમાં દિવસોથી ફસાઈ ગયેલા એક વિશાળ અજગર પડ્યો હોવાની જાણ એનિમલ લવર્સ ગ્રુપને કરાતા આ સંસ્થાના અશોકભાઈ ભટ્ટ તથા સ્વયં સેવકો દ્વારા જહેમતથી આ અજગરને મુકત કરાયો હતો. આ ઉપરાંત ખેડૂત દ્વારા તરછોડાયેલા એક બળદ કે જેને શીંગડામાં કમ્બોઈ રોગ લાગુ પડતા તથા તરછોડાયેલો દયાજનક સ્થિતિમાં ફરતો હોય તેને પણ એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા શીંગડાનું ઓપરેશન કરીને દર્દમાંથી મુક્તિ અપાવી હતી.
ખંભાળીયામાં પણ વરસાદી પાણી વાતાવરણમાં પોર ગેઈટ પાસે, સલાયા નાકા પાસે, સરકારી હોસ્પિટલ પાસેથી ગાય વાછરડી તથા નંદી બીમાર સ્થિતિમાં હોય તેમને અબોલતીર્થ પશુ હોસ્પિટલમાં પહોંચાડવા તથા યોગેશ્વરનગર તથા હરસિદ્ધિનગરમાંથી બે સાપ નીકળતા તેમને પણ રેસ્કયૂ કરીને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવા એનિમલ કેર સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial