Advertisement
Author: નોબત સમાચાર

કૂપવાડામાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી ઠારઃ એક જવાન શહીદઃ ૪ ઘાયલ

ત્રેહગામ પાસે અથડામણઃ એક જવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ

શ્રીનગર તા. ર૭ઃ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે, જ્યારે એક આતંકી ઠાર કરાયો છે.

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં એક જવાન શહીદ અને ચાર જવાન ઘાયલ થયાના અહેવાલ છે, જ્યારે એક આતંકીને ઠાર કર્યો છે.

અહેવાલો અનુસાર આજે (ર૭ જુલાઈ) સવારે કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીકના જંગલ વિસ્તારોમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. ભારતીય સેના દ્વારા કુપવાડા સેક્ટરના કુમકડી વિસ્તારમાં પાકિસ્તાન આર્મીની બોર્ડર એક્શન ટીમ દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યું હતું. પાકિસ્તાની એસએસજી સહિત ૩-૪ આતંકીઓએ બીએટી ઓપરેશન માટે એલઓસી પર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર થયો હતો, જ્યારે એક જવાન શહીદ અને ચાર ઘાયલ થયા છે, જેમાંથી એક જવાનની હાલત ગંભીર છે.

ઉલ્લેખનિય છે કે, જમ્મુમાં ફરી એકવાર આતંકી હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે, જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં શાંતિનો માહોલ હતો, પરંતુ હવે ફરી એકવાર અહીં આતંકી ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૯ લોકોના મોત થયા હતાં, જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા હતાં. ઓક્ટોબર ર૦ર૧ માં પૂંછ અને રાજૌરીના જોડિયા સરહદી જિલ્લાઓમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ રહી છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં પણ આતંકવાદી ઘટનાઓ વધી છે. ર૦ર૧ થી જમ્મુમાં આતંકી ઘટનાઓમાં પ૦ થી વધુ સુરક્ષા કર્મચારીઓ સહિત ૭૦ થી વધુ લોકો માર્યા ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh