Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાએ લીધો ૪૮ નો ભોગઃ કુલ ૧ર૭ કેસ નોંધાયાઃ બેતાલીસ હોસ્પિટલમાં દાખલ

દેવભૂમિ દ્વારકામાં એક, જામનગરમાં ૭ કેસો નોંધાયાઃ

અમદાવાદ તા. ર૭ઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો છે, અને અઠવાડિયામાં જ મૃત્યુઆંક બમણો વધી ૪૮ થયો છે. કુલ ૧ર૭ કેસ નોંધાયા છે, તેમાંથી હાલમાં ૪ર હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

ગુજરાતમાં ચાંદીપુરાને પ્રસરતો અટકાવવા માટે આરોગ્ય વિભાગના વિવિધ દાવા અને વાસ્તવિક્તામાં ઘણું અંતર હોય તેમ જણાય છે. શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને હવે ૪૮ થઈ ગયો છે. ૧૯ જુલાઈના ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક ર૦ હતો. આમ, એક સપ્તાહમાં જ ચાંદીપુરાથી કુલ મરણાંકમાં બમણાથી વધુનો વધારો થયો છે.

આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વાયરલ એન્ડેફેલાઈટ્સના કુલ ૧ર૭ કેસ છે, જેમાં સાબરકાંઠાના ૧ર, અરવલ્લી-મહેસાણાના ૭, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા કોર્પોરેશન, સુરત કોર્પોરેશનના ર, ગાંધીનગર ગ્રામ્ય, ખેડા, જામનગર, વડોદરાના ૬, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠાના પ, અમદાવાદ કોર્પોરેશનના ૧ર, પંચમહાલના ૧પ, ગાંધીનગર કોર્પોરેશન, દાહોદ, કચ્છ, ભરૂચના ૩, ભાવનગર-દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, ગ્રામ્ય, જામનગરના ૧, રાજકોટ કોર્પોરેશનના ૪ કેસનો સમાવેશ થાય છે.

હાલ ચાંદીપુરાના કુલ ૩૯ પોઝિટિવ કેસ છે, જ્યારે અન્યના રિપોર્ટ હજુ આવવાની રાહ જોવાઈ રહી છે. સાબરકાંઠામાંથી સૌથી વધુ ૬ દર્દી પોઝિટિવ મળી આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરાના ૧ર૭ કેસ પૈકી પંચમહાલમાંથી ૬, અમદાવાદ કોર્પોરેશનમાંથી પાંચના મૃત્યુ થયેલા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈટિસના કુલ ૪ર દર્દી દાખલ છે અને ૩૭ ને રજા અપાઈ છે.

આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર તેમજ તેની આસપાસના વિસ્તારના ઘરોમાં મળીને કુલ ૪ર,૬૩૭ ઘરમાં સર્વેલન્સની કામગીરી જ્યારે કુલ પ.૪પ લાખથી વધુ ઘરમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું હોવાનો દાવો કરાયો છે. ચાંદીપુરાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત મોખરાના રાજ્યોમાં સ્થાન ધરાવે છે.

અમદાવાદ શહેરમાં અત્યારસુધી ચાંદીપુરાના ૩ કેસ નોંધાયા છે જેમાં દક્ષિણ ઝોનના બે અને પશ્ચિમ ઝોન ૧ કેસનો સમાવેશ થાય છે. સાબરમતી, લાંભા અને દાણીલીમડા વિસ્તારના દર્દીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તંત્ર પાસે કુલ ૧૧ શંકાસ્પદ દર્દીઓ આવ્યા હતાં અને તેમના સેમ્પલ લેબમાં મોકલાયા હતાં. ૧૧ માંથી ૩ પોઝિટિવ અને ૮ નેગેટીવ આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh