Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજના વિષચક્રથી નાગરિકોને બચાવવા પ્રયત્નઃ
લાલપુર તા. ૨૭ઃ લાલપુરમાં ગ્રામ્ય ડીવાયએસપીની ઉપસ્થિતિમાં વ્યાજ વટાઉની પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસ દ્વારા લોકજનસંપર્ક સભા યોજવામાં આવી હતી. બેંકોના સહયોગથી લોનમેળો પણ રાખવામાં આવ્યો હતો.
લાલપુરમાં આવેલી વીર સાવરકર હાઈસ્કૂલમાં જનસંપર્ક સભા અને લોકમેળો યોજવામાં આવ્યો હતો. જેમાં વ્યાજના દૂષણને ડામવા માટે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગેરકાયદે નાણા ધિરનારની પ્રવૃત્તિઓ પર બ્રેક લાગે અને વ્યાજના દૂષણમાં ફસાઈને માનવ જિંદગીઓ સાથે પરિવારની આર્થિક બરબાદી ન થાય તે હેતુને સાર્થક કરવા વીર સાવરકર હાઈસ્કૂલમાં અધિકૃત બેંકો અને સહકારી મંડળીઓ સાથે કોર્ડીનેટ કરી લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નાણા ધિરધાર પ્રવૃત્તિ વિરૂદ્ધ લોકજનસંપર્ક સભા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાની ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેંક ઓફ બરોડા તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર દ્વારા વિગતો આપવામાં આવી હતી. પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે બંદોબસ્ત જાળવ્યો હતો. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial