Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામજનોથી ભરેલું ટ્રેક્ટર ઉથલીપડ્યું હોત તો મોટી દુર્ગઘટના થઈ હોતઃ
ખંભાળીયા તા. ર૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના પોશીત્રા ગામથી બહાર જતો અને પ્રવેશનો રસ્તો અત્યંત નીચા અને લાંબા પૂલ પરથી આવતો હોય, ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવતા આ રસ્તા ઉપરથી ચાર-પાંચ ફૂટ પાણી નીકળતા કલાકો સુધી પોશીત્રા વિખુટું પડી ગયું હતું.
ત્યારપછી લોકો દૂધ અને જીવનજરૂરી વસ્તુઓઓના માટે જીવના જોખમે વાહનો લઈને આ રસ્તા ઉપરથી બહાર જતા હતાં. બે દિવસ પહેલા આ પૂલ કે જેના પરથી વિશાળ જળરાશિ સાથે પૂર નીકળતું હોય ત્યાંથી એક ટ્રેક્ટર કે જેમાં ૧પ થી ર૦ લોકો ગ્રામજનો ગામમાં જવા બહારથી આવતા હતાં. તે ટ્રેક્ટર ખરાબ રસ્તા તથા પાણીના તીવ્ર પ્રહારથી ઉલટું થતા બચ્યું હતું.
ટ્રેક્ટરના આગલા વ્હીલ ડૂબી જાય અને ટ્રેક્ટરની બોરી સુધી પાણી અવો તેવી સ્થિતિમાં લોકો અહીંથી નીકળતા હોય, તંત્ર દ્વારા આ નીચા પૂલ અંગે કંઈક કરવા તથા વૈકલ્પિક વ્યવસ્થિત કરવા માંગ ઉઠી છે. જો પૂરમાં ટ્રેક્ટર ઉથલ્યું હોત તો મોટી દુર્ઘટના સાથે જાનહાનિ થઈ હોત, વર્ષોથી આ પોશીત્રા ગામનો નીચા પૂલનો ગંભીર પ્રશ્ન હોવા છતાં કોઈ ધ્યાન ના આપતું હોય, સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial