Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં નેશનલ પેરિઓડોન્ટીસ્ટ ડે ની ઉજવણીઃ
જામનગર તા. ર૧ઃ પેઢાના સ્વાસ્થ્ય, તેને લગતા રોગો અને તેની શરીર પર થતી અસર અંગે સામાન્ય જનમાનસમાં અને ખાસ કરીને મહિલાઓમાં અપરિચિતતા, ઉપેક્ષા તથા અવગણના પ્રવર્તે છે. આથી મહિલાઓમાં પેઢાના રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે અને તેઓએ નાની ઉંમરે દાંત ગુમાવવા પડે છે. જેથી આ અંગે જાગૃતિ ફેલાવવા સરકારી ડેન્ટલ કોલેજ જામનગરના પેઢાના વિભાગ દ્વારા 'નેશનલ પેરિઓડોન્ટીસ્ટ ડે' નિમિત્તે મહિલાઓમાં પેઢાના રોગ વિશે જનજાગૃતિ ફેલાવતા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
જેમાં મહિલા પોલીસ વિભાગ, એ.કે. દોશી મહિલા કોલેજ, જી.એચ. ગોસરાણી કોમર્સ કોલેજ, જેકુરબેન સોની કન્યા વિદ્યાલય તથા જે.સી. મહેતા વિદ્યાલય વિકાસ ગૃહમાં પેઢાના રોગનું નિદાન, પત્રિકા વિતરણ અને જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જી.જી. હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં ગર્ભવતી મહિલાઓમાં પેઢાના રોગની તપાસ કરવામાં આવી હતી.
સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પેઢાના વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, પેઢાના રોગમાં કોઈ દુઃખાવો થતો નથી, પરંતુ પેઢા પર લાલાશ પડતો સોજો આવવો, બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળવું, મોઢામાંથી વાસ આવવી, પેઢા નીચે ઉતરી જવા, પેઢામાં ખંજવાળ આવવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જો આ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગરના પેઢાના વિભાગની મુલાકાત લઈ પોતાના રોગનું સચોટ નિદાન અને સારવાર મેળવવી ખૂબ હિતાવહ છે. જો યોગ્ય સમયે પેઢાના રોગની સારવાર લેવામાં ન આવે તો કાયમ માટે દાંત ગુમાવવા પડી શકે છે અને આ જ પેઢાના રોગ શરીરમાં હૃદયરોગ, ડાયાબિટીસ, સંધિ-વા જેવા રોગોનું કારણ પણ બની શકે છે.
પેરિઓડોન્ટીસ્ટ ડે નિમિત્તે ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ તથા સ્ટાફ માટે ફેસ પેઈન્ટીંગ સ્પર્ધા, મ્યુઝિકલ તંબોલા તથા બોક્સ ક્રિકેટ જેવી રમતોનું આયજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈ રમતનો આનંદ માણ્યો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલ ઉમેદવારોને વિભાગ દ્વારા ઈનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડો. નયના પટેલના નેતૃત્વ હેઠળ પેરિઓડોન્ટોલોજી એન્ડ ઈમ્પ્લાન્ટોલોજી વિભાગના ડો. રાધા વાછાણી, ડો. નિશા વર્લિયાની, ડો. ગૌરવ બકુત્રા, ડો. અંકિત સંત, ડો. વિશષ્ઠ વ્યાસ, ડો. જલ્પક શુક્લા, ડો. ઉમેદ ચેતરિયા, અનુસ્નાતક તથા ઈન્ટર્ન વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial