Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડ દોડ્યુંઃ સિલિન્ડર સળગતા દુર્ઘટના
જયપુર તા. ર૧ઃ આજે સવારે જયપુરમાં પ લોકો જીવતા ભડથું થયા હતાં. ઘરના દરવાજા પાસે સિલિન્ડર રાખ્યું હતું જેમાં આગ લાગતા પરિવારજનો બહાર નીકળી ન શક્યા તેથી માતા-પિતા સહિત ૩ બાળકોના મોત થયા છે.
જયપુરમાં ઘરમાં લાગેલી આગમાં એક પરિવાર જીવતો ભડથું થયો હતો. આ દુર્ઘટનામાં માતા-પિતા સહિત ત્રણ બાળકોના મોત થયા હતાં. ફાયરબ્રિગેડની મદદથી વિશ્વકર્મા પોલીસ સ્ટેશને આગ પર કાબૂ મેળવીને બળેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતાં. પોલીસે પાંચેય મુતદેહોને પોસ્ટમોર્ટમ માટે કણવટિયા હોસ્પિટલના શબઘરમાં રાખયા છે.
એસએચઓ રાજેન્દ્ર શર્માએ જણાવ્યું કે, દુર્ઘટના ગુરુવારે સવારે લગભગ ૭-૩૦ વાગ્યે જેસલ્યા ગામમાં બની હતી. આ પછી જ્યારે ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે સિલિન્ડરમાં આગ લાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સિલિન્ડર અને સ્ટવ રૂમના દરવાજા પાસે રાખવામાં આવ્યા હતાં, જેથી કોઈ બહાર ન આવી શક્યું. રેગ્યુલેટર પેનલમાંથી આગ નીકળી હતી. જેના કારણે રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી અને પરિવાર બળીને ખાખ થઈ ગયો હતો. રાજેશ (ઉ.વ. ર૬), પત્ની રૂબી (ઉ.વ. ર૪), ઈશુ (ઉ.વ. ૩), દિલખુલ (ઉ.વ. ર) અને ૧ વર્ષના બાળકનું અકસ્માતમાં મોત થયું હતું. શર્માએ જણાવ્યું કે, પરિવાર મધુબની (બિહાર) નો છે અને અહીં ભાડે રહેતો હતો.
અચાનક લાગેલી આગમાં પાંચેય લોકો લપેટમાં આવી ગયા હતાં. આગથી બચવા માટે બધા રૂમના ખૂણામાં ઘૂસી ગયા અને બેસી ગયા, પરંતુ ભાગી શક્યા નહીં.
પાડોશીઓની માહિતી પર વિશ્વકર્મા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ફાયરબ્રિગેડની બે ગાડીઓની મદદથી આગને કાબૂમાં લીધી હતી. પોલીસ આગનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઘરમાં સૌથી પહેલા સિલિન્ડરમાં આગ લાગી હતી. જીવ ગુમાવનાર તમામ લોકો બિહારના રહેવાસી હતાં, જે જયપુરમાં એક ઘરમાં રહેતા હતાં.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરતા લખ્યું, જયપુરમાં વિશ્વકર્મામાં લાગેલી ભીષણ આગને કારણે પ નાગરિકોના અકાળે મોતના સમાચાર હૃદયદ્રાવક છે. હું પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરૂ છું કે તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial