Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાબા રામદેવ-બાલકૃષ્ણને બીજી એપ્રિલે હાજર થવા 'સુપ્રિમ' ફરમાન
નવી દિલ્હી તા. ર૧ઃ પતંજલિએ ભ્રામક જાહેરાતો બદલ સુપ્રિમ કોર્ટ સમક્ષ માફીનામું રજૂ કર્યું હોવાનું જાણવા મળે છે.
પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાની જાહેરાતને લઈને સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કંપનીએ હવે તેની ભૂલ માટે માફી માગી છે. પતંજલિ આયુર્વેદ અને તેના એમડી આચાર્ય બાલકૃષ્ણએ ભ્રામક દવાઓની જાહેરાતો આપવા બદલ સુપ્રિમ કોર્ટમાં માફી માગી છે.
આ માફી પત્રમાં જાહેરાત ફરીથી પ્રસારિત નહીં રવાની ખાતરી પણ આપવામાં આવી છે. આચાર્ય બાલૃષ્ણ હે છે કે કંપનીના મીડિયા વિભાગને સુપ્રિમ કોર્ટના આદેશની જાણ નહોતી. તે કહે છે કે તેમનો ઉદ્દેશ્ય પતંજલિ ઉત્પાદનોનું સેવન કરીને નાગરિકોને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાની જાહેરાતના કેસમાં સ્વામી રામદેવ (પતંજલિના સહ-સ્થાપક) અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને ર એપ્રિલના કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. કંપની અને આચાર્ય બાલકૃષ્ણએ નોટીસનો જવાબ દાખલ કર્યો ન હતો, જેના કારણે આ આદેશ જારી કરછામ આવ્યો હતો.
હવે તેમને આગામી તારીખે કોર્ટમાં હાજર થવું પડી શકે છે. કોર્ટે ૧૯ માર્ચે થયેલી સુનાવણીમાં નોટીસ જારી કરી હતી અને તે પણ પૂછ્યું હતું કે શા માટે તેની સામે અવમાનનાની કાર્યવાહી ન કરવી જોઈએ. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. અગાઉ આ કેસની સુનાવણી ર૭ મી ફેબ્રુઆરીએ થઈ હતી.
ર૭ ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાઓની જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય તિરસ્કારની કાર્યવાહીમાં કારણ બતાવો નોટીસ જારૂ કરવામાં આવી હતી. કોર્ટે ગયા વર્ષે ભ્રામક જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ કંપનીએ તેની અવગણના કરી હતી.
સુપ્રિમ કોર્ટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ૧૭ ઓગસ્ટ ર૦રર ના દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. એમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પતંજલિએ કોવિડ વેક્સિનેશન અને એલોપેથી વિરૂદ્ધ નેગેટીવ પ્રચાર કર્યો છે. તે ઉપરાંત પોતાની આયુર્વેદિક દવાઓથી કેટલાક રોગોનો ઈલાજ કરવાનો ખોટો દાવો કર્યો હોવાનો આક્ષેપ પણ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial