Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્ય લાઈનમાં ભંગાણથી પાણીનો મોટો જથ્થો વેડફાયોઃ
ખંભાળીયા તા. ૨૧ઃ ખંભાળીયા નગરપાલિકાની પાણી પુરવઠાની મેઈન લાઈનમાં નગરગેઈટ વિસ્તારમાં ભંગાણ થવાથી પાણીનો મોટો જથ્થો વેડફાઈ ગયો હતો અને આખો વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો.
હાલ પાલિકા તંત્ર દ્વારા દર બે દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા શહેરના ૬૦ ટકા વિસ્તારો પાણીથી વંચિત રહ્યા હતાં અને જે લોકોને પાણી વિતરણનો વારો હતો તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. જો કે પાલિકા તંત્રના વોટર વિભાગના ઈજનેર તથા તેમની ટીમે તાકીદે પાઈપલાઈન રીપેર કરવાની કામગીરી હાથ ધરી હતી અને પાણી પુરવઠો પૂર્વવત કરી દીધો હતો.
ગટર ખુલ્લી કરાઈ
રામનાથ સોસાયટીમાં બે આસામીઓએ બોર કરાવતા પાણી તથા ગારાથી આખી ગટર બંધ થઈ ગઈ હતી. જે અંગે સુનિલ જાદવે પાલિકામાં રજુઆત કરતા ન.પા.ના સેને. ઈન્સ્પેકટર સંજયભાઈ કરમુર, રાજપાર ગઢવીએ તાકિદે ગટરને ખુલ્લી કરી પૂર્વવત કરવામાં આવી હતી.
નવો સીસી રોડ
ખંભાળીયાની રામનાથ સોસાયટીમાં વોર્ડ નં. ૭ માં કુમાર આર્ટ વાળી શેરી તથા હાર્દિકભાઈ મોટાણીની શેરીમાં નવા સીસી રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial