Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ખાણીપીણીના સ્થળોએથી ૧૪ નમૂના મેળવી મોકલાયા લેબ.માં

યાત્રાળુઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે

જામનગર તા. ૨૧ઃ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા સંખ્યાબંધ યાત્રાળુ આવી રહ્યા છે. ત્યારે ખીણીપીણીમાં ભેળસેળ ન થાય તે માટે દ્વારકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ પુરવઠા, ન.પા. તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ગઈકાલે ૧૪ સ્થળેથી ખાણીપીણીના ૧૪ નમૂના મેળવવમાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે લેબ.માં મોકલી અપાયા છે.

દ્વારકા શહેરમાં યોજાનારા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા રાજ્યભર તથા અન્ય રાજ્યોમાંથી પણ સંખ્યાબંધ યાત્રાળુઓ આવી રહ્યા છે ત્યારે અખાદ્ય ચીજવસ્તુના કારણે યાત્રાળુઓના સ્વાસ્થ્ય ન બગડે તે માટે દેવભૂમિ દ્વારકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ પ્રાંત અધિકારી, મામલતદાર અને દ્વારકા નગરપાલિકા તંત્ર દ્વારા ચાંપતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત ગઈકાલે ફૂડ સેફ્ટી ઓફિસર એસ.પી. સોલંકી, એન.એમ. પરમાર, નાયબ મામલતદાર નીતિન ધોળકીયા, નાયબ મામલતદાર (પુરવઠા) ભાવનાબેન પાંડુર, દ્વારકા ન.પા.ના સુપરવાઈઝર સંદીપ વાઘેલાએ દ્વારકામાં આવેલી ખાણીપીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટમાં આરોગ્ય લક્ષી ચકાસણી કરી હતી.

જુદા જુદા ૧૪ સ્થળેથી ખાદ્ય પદાર્થના નમૂના મેળવી તેને ચકાસણી માટે લેબ.માં મોકલી આપવામાં આવ્યા છે. તે ઉપરાંત ખાણીપીણીના સ્થળોએ સ્વચ્છતા રાખવા કડક સૂચના આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh