Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ખંભાળિયા તા. ર૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજકેટની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે ઉદ્દેશ્યથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટની પરીક્ષા તા. ૩૧-૩-ર૦ર૪ ના યોજાનાર છે. જે પરીક્ષા દરમિયાન ચોરીઓના દૂષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દૂષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપિયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.
આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તથા કાયદો અને વ્ય્વસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ઈ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલી સત્તા અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ગુજકેટ ર૦ર૪ આદર્શ ઈંગ્લીશ મીડિયા સ્કૂલ, ખંભાળિયાઅને એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલ, ખંભાળિયા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ૧૦૦ મીટર હદ વિસ્તારમાં તા. ૩૧-૩-ર૦ર૪ ના સવારે ૯ કલાકથી બપોરના ૧૬-૩૦ કલાક સુધી કોપિયર મશીન દ્વારા ઝેરોક્ષ અને કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપિયર મશીન ધારકોએ તેઓના કોપિયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈએ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેક્ટ્રોનિક્સ સાધનો/ ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial