Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈપીએલ ર૦ર૪ ની તૈયારી
નવી દિલ્હી તા. ર૧ઃ આઈપીએલ-ર૦ર૪ માં ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીની જગ્યાએ સંદીપ વારિયરનો સમાવેશ કર્યો છે.
આઈપીએલ ર૦ર૪ માટે લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ટીમોએ સંપૂર્ણ રીતે પોતાની સ્ક્વોડને તૈયાર કરી લીધી છે. સિઝનની પહેલી મેચ રર માર્ચે રમાશે. એમએસ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઈ સુપર કિંગ્સની મેચ ફાફ ડુ પ્લેસિસ અને સ્ટાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂથી થશે. આ મેચ માટે બન્ને ટીમ ચેન્નઈમાં હાજર છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સે પણ પોતાની તૈયારીઓ કરી લીધી છે અને સિઝન શરૂ થયા પહેલા જ ઈજાગ્રસ્ત મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટનું એલાન પણ કરી દીધું છે. શમી જે વર્લ્ડકપ દરમિયાન થયેલી ઈજાના કારણે આ પૂરીસિઝનથી બહાર થઈ ચૂક્યા છે અને તેમને સર્જરી કરાવવી પડી હતી.
આઈપીએલ ર૦ર૪ શરૂ થયાના બે દિવસ પહેલા બુધવારે ર૦ માર્ચે ગુજરાત ટાઈટન્સે પોતાના સ્ક્વોડમાં પરિવર્તન કર્યું અને સંદીપ વારિયરનું નામ જાહેર કર્યું. સંદીપ આઈપીએલ ર૦ર૪ માં શમીનું સ્થાન લેશે. અનુભવી ભારતીય ઝડપી બોલર શમીએ તાજેતરમાં જ પોતાના જમણી એડીની સમસ્યા માટે સફળતાપૂર્વક સર્જરી કરાવી છે અને અત્યારે સાજા થઈ રહ્યા છે. તેમના સ્થાને રમનાર સંદીપ વારિયરે અત્યાર સુધી પ આઈપીએલ મેચ રમી છે. તેમને ગુજરાત ટાઈટન્સે પોતાના સ્ક્વોડમાં પ૦ લાખ રૂપિયામાં સામેલ કર્યા છે. સંદીપના આઈપીએલ રેકોર્ડ પર એક નજર નાખીએ તો તેમણે પ મેચોમાં માત્ર બે જ વિકેટ પ્રાપ્ત કરી છે.
જો કે વારિયરને આઈપીએલમાં વધુ તક મળી નથી. તે કેકેઆર માટે આઈપીએલમાં રમ્યા છે. આ સિવાય તે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂનો પણ ભાગ રહી ચૂક્યા છે. ઘરેલુ ક્રિકેટમાં તેઓ કેરળ માટે રમે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial