Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરગાહે દર્શન કરવા ગયાનું જણાવ્યુંઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના બેડી પાસેના જૂના બંદરની જેટી પર ગઈકાલે બપોરે એક બોટ આવી હતી. તેમાં રહેલા શખ્સની પૂછપરછ કરાતા તેણે પરિવારના સભ્યો સાથે પિરોટન ટાપુ પર ગયાનું જણાવ્યું હતું. હાલમાં ટાપુ પર જવા પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં આ શખ્સ વગર મંજૂરીએ ટાપુ પર ગયો હોય તેની સામે જાહેરનામા ભંગ અંગે ગુન્હો નોંધી પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દરિયામાં ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન જૂના બંદરની જેટી પર એક બોટ દરિયામાંથી જેટી તરફ આવતી જોવા મળી હતી.
આ બોટ લાંગરવામાં આવી તે પછી તેમાં રહેલા શખ્સને હે.કો. સૂર્યરાજસિંહ, આર.બી. જાડેજાએ બોલાવીને પૂછતરછ કરતા બેડીના રઝાનગરમાં રહેતા જાફર અબ્દુલ કકલ નામના આ શખ્સે પોતાના પરિવારના અન્ય વ્યક્તિઓને દરિયા જાફરી નામની બોટમાં પિરોટન ટાપુ પર દરગાહે લઈ ગયો હોવાનું જણાવ્યું હતું.
દરિયામાં પિરોટન કે અન્ય ટાપુ પર પૂર્વ મંજૂરી વગર જવા સામે પ્રતિબંધ મુકતું જાહેરનામું અમલમાં હોવા છતાં અને નાયબ વનસંરક્ષકની મંજૂરી મેળવ્યા વગર જ આ શખ્સ પિરોટન ટાપુ પર ગયો હોવાનું ખૂલ્યું છે. તેથી હે.કો. સૂર્યરાજસિંહે ખુદ ફરિયાદી બની જાફર અબ્દુલ કકલ સામે જાહેરનામા ભંગ અંગે ગુન્હો નોંધાવ્યો છે. પીએસઆઈ વી.એસ. પોપટે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial