Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૬૮ વર્ષથી પ્રતિવર્ષ હોલિકાના ગગનચુંબી પૂતળાનું થાય છે દહન
છોટીકાશી નું બિરૂદ પામેલા જામનગરમાં સુભાષ શાક માર્કેટ પાસે ભોઈ સમાજ દ્વારા છેલ્લા ૬૮ વર્ષથી વિરાટકાય હોળીનું દહન કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. ર૪/૩ને રવિવારે રપ ફૂટ ઉંચાઈવાળી અને ૩ થી ૪ ટન વજનવાળી હોલિકાની ઈકો ફ્રેન્ડલી પ્રતિમા દહન કરવામાં આવશે. સમગ્ર આયોજન માટે કન્વિનર તરીકે શિવાંગ પંકજભાઈ જેઠવા, યોગેશ રામજીભાઈ રાઠોડ, નિકુંજ અનિલભાઈ જેઠવા, નિમેષ (નિક્કી) પ્રવિણભાઈ રાઠોડ, દિવ્યેશ જયેન્દ્રભાઈ દાઉદીયા, હરીભાઈ રાઠોડ તથા ધ ડી બોય્ઝ ગ્રુપને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રતિમા નિર્માણ ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પુરૂ પાડે છે તથા અલ્પેશભાઈ વારા અને તેમની ટીમ આભૂષણો બનાવે છે. પી.ઓ.પી. આર્ટીસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવારત છે. ભોઈ સમાજનાં વડીલોનાં માર્ગદર્શનમાં યુવાઓ સમાજની ૭ દાયકા જુની પરંપરા આગળ વધારી રહ્યા છે. પરંપરા અનુસાર હોલિકાની વિરાટ પ્રતિમાને વાજતે ગાજતે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીકનાં હોલિકા ચોક દર્શન માટે લાવવામાં આવશે અને પછી અતિથિઓનાં હસ્તે હોલિકા દહન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial