Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાસે પદયાત્રી સંઘના ૪૮ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગ

અજાણ્યા દૂધવાળા પાસેથી લેવાયું હતું દૂધઃ તમામને સઘન સારવાર પછી સંઘ રવાનાઃ

ખંભાળિયા તા. ૨૧ઃ ખંભાળિયા પાસે ગઈકાલે સાંજે આવી પહોંચેલા સુરેન્દ્રનગરના પદયાત્રિકોના સંઘના સ્ત્રી, પુરૂષ, બાળકો મળી ૪૮ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી હતી. તમામને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. તમામ લોકો તંદુરસ્ત જણાઈ આવતા ડિસ્ચાર્જ કરાયા પછી આ સંઘ ફરીથી દ્વારકા તરફ વહેતો થયો છે. આ સંઘમાં ૧૦૦ પદયાત્રી સામેલ છે.

જામનગર સહિત અન્ય જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી સેંકડો પદયાત્રીઓ દ્વારકામાં હોળી, ધૂળેટીના પર્વ નિમિત્તે યોજાતા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે. આ યાત્રિકોની હાઈવે પર સલામતી જળવાય રહે તે માટે પોલીસ, આરટીઓ સહિતના તંત્રો દ્વારા ચાંપતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત સંખ્યાબંધ દાનવીરો તરફથી અવિરતપણે સેવા કેમ્પ ચલાવાઈ રહ્યા છે.

ધોરીમાર્ગાે પર પદયાત્રીઓ માટે આરામ, ભોજન, સ્નાન સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. તે દરમિયાન ગઈકાલે ખંભાળિયા નજીક પદયાત્રીના એક સંઘના ચાર ડઝન જેટલા વ્યક્તિઓને એક સાથે ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી ગઈ હતી.

થોડા દિવસો પહેલાં સુરેન્દ્રનગરથી રવાના થયેલો ૧૦૦ પદયાત્રીનો સમૂહ દિવસ તથા રાત ચાલીને ગઈકાલે ખંભાળિયા પાસે આવી પહોંચ્યો હતો. આ પદયાત્રી સંઘમાં રહેલા વ્યક્તિઓ માટે જે સ્થળે નાઈટ હોલ્ટ કે આરામ માટે હોલ્ટ કરવામાં આવે ત્યાં સંઘમાં જ રહેલા વ્યક્તિઓ ભોજન સહિતની વ્યવસ્થા કરે તેવી ગોઠવણ રાખવામાં આવી હતી. તે અંતર્ગત ગઈકાલે આ સંઘના કેટલાક વ્યક્તિઓ ખંભાળિયા પાસે ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક દૂધવાળા વ્યક્તિ પાસેથી દૂધ ખરીદવામાં આવ્યું હતું.

ત્યારપછી પદયાત્રિકોએ ભોજન લીધુ હતું અને તે પછી વારાફરતી કેટલાક પદ યાત્રિકોને ઉલ્ટી, ઉબકા થવા લાગ્યા હતા. આ વ્યક્તિઓને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની શરૂ કરાયેલી તજવીજ વચ્ચે ખંભાળિયા હોસ્પિટલના સુપ્રિ. ડો. કપુર તેમજ આરએમઓ ડો. કેતનભારથી સહિતના તબીબો દોડી આવ્યા હતા.

આ સંઘના વારાફરતી ૪૮ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ હતી. તે તમામને તાકીદે સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવાનું શરૂ કરવામાં આવ્યા પછી બધા વ્યક્તિને સારૂ થવા લાગતા આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

પદયાત્રી સંઘના યાત્રાળુઓને ફૂડ પોઈઝનિંગ થયાની જાણ થતાં ખંભાળિયાના સેવાભાવી વ્યક્તિઓ દોડી આવ્યા હતા. આ સંઘ ફરીથી દ્વારકા તરફ રવાના થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh